જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અંડર ૧૨ અને અન્ડર ૧૪ ની ટીમોએ તાજેતરમાં દિલ્હી અને જયપુર ખાતે અનુક્રમે પાંચ અને ત્રણ મેચની ૩૦ ૩૦ ઓવરની મેચોની શૃંખલા રમીને ઓલ રાઉન્ડ પરફોર્મન્સ સાથે સીરીઝોમાં જીત મેળવી છે.
જયપુરમમાં અંડર ૧૪એ ૩ મેચ રમીને ૨ મેચ જીતી
અન્ડર ૧૪ ની ટીમે જયપુર ખાતેની એસ. એચ.એસ. ક્લબ સાથેની ૩ મેચની સીરીઝ કપ્તાન મિતરાજ જાડેજાની કેપ્ટનશીપ હેઠળ રમી હતી. જેમાં જામનગરની અંડર-૧૪ની ટીમે બે મેચ જીતીને સિરીઝ અંકે કરી હતી. ત્રણ મેચ ની આ સિરીઝમાં વીર દુધાગરા ના નોંધપાત્ર ૮૫ રન હતા અને બોલર દિવ્યેશ ગહેડીયાએ છ વિકેટ લીધી હતી. વરસાદના કારણે વધુ મેચ રમી ના શકયા. તારીખ ૨૪ થી ૨૮ સુધીમાં જયપુર પ્રવાસ ટીમે કર્યો.
***
દિલ્દીમાં અન્ડર-૧૨ની જામનગરની ટીમે સીરીઝ જીતી
જ્યારે અંડર-૧૨ની ટીમે દિલ્હીની યુ.એસ.સી.એ. ક્લબ સાથે પાંચ મેચની સીરીઝ રમીને ત્રણ મેચ જીતી હતી. તારીખ ૨૩ થી ૨૭ સુધી દિલ્હીનો પ્રવાસ ટીમે કર્યો હતો. અંડર-૧૨ની ટીમ સાથે મેનેજર તરીકે કરણ આચાર્ય અને દુષ્યંત રાઠોડ એ તેમજ અન્ડર ૧૪ ની ટીમ સાથે યશ જોષીએ મેનેજર તરીકે સેવાઓ આપી હતી. આમ જામનગર ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની જુનિયર ટીમોએ આંતરરાજ્ય ક્લબ મેચોની સિરીઝમાં જામ રણજીની ક્રિકેટ ભૂમિનું કૌવત દેખાડ્યું હતું. જમનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ખૈલાડીઓ મહેન્દ્રસર ચૌહાણ પાસે ક્રિકેટની કોચીંગ મેળવે છે.
***
અન્ડર ૧૨માં ચાર ખૈલાડીઓ છવાયા
કેપ્ટન: વંશ રાજેન્દ્ર સોલંકી જેને બેસ્ટ બેસ્ટમેન ઓફ ધ સીરીઝનો મોમેટો મળ્યો. કેપ્ટન વંશ રાજેન્દ્ર સોલંકીએ ઓલ રાઉન્ડ પર્ફોર્મન્સ કરીને ૨૨૩ રન કર્યા હતા. તેમજ આઠ વિકેટો ઝડપી હતી.
હસિત હાર્દીક ગણાત્રા: બેટ્સમેન હસિત ગણાત્રાએ બે સદી ફટકારવા સાથે પાંચ મેચ માં કુલ ૪૦૬ રન કર્યા હતા. મેચ ઓફ ધ સીરીઝનો મોમેટો મળ્યો.
શોર્યદિપ સુનિલ બીહોલા: બેસ્ટ બોલર તરીકે મોમેટો મેળવ્યો. કુલ ૫ મેચમાં ૭ વિકેટ મેળવી સારી બોલીંગ કરી. ૪ મહર્ષિ દિવ્યેશ વાયડા: બેસ્ટ ફીલ્ડર ઓફ ધ સીરીઝનો મોમેટો મેળવ્યો. પાંચેય મેચમાં રન રોકવાના સફળ રહ્યો. અનેક ખૈલાડીઓ રનઆઉટ કરવામાં સફળતા મેળવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech