રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનું આયોજન તા. 26-3ના રોજ ઘટક-02 કામદાર નંદઘર (આંગણવાડી) જામનગર ખાતે કરવામાં આવ્યુ હતું.
આ સેમીનારમાં 250 જેટલા વિધાર્થીઓઅને તથા 15 જેટલા કાર્યકરોને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે મહત્વપુર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ સાયબર ક્રાઇમ અવેરનેશ પત્રિકાઓનું વિતરણ કરવરામાં આવ્યુ જેથી વિધાર્થીઓ સાયબર સુરક્ષા અંગે વધુ સચેત રહી શકે.
આ સેમીના દરમ્યાન વોટસએપ તેમજ અન્ય સોશ્યલ મીડીયા વેબસાઇના સિકયુરીટી સેટીંગ અને માહિતી આપવામાં આવેલ તેમજ સોશ્યલ એન્જીનીયરીંગ વિશે જાણકારી આપેલ આ ઉપરાંત સાયબર હેલ્પલાઇન વિશે પણ ર્વિતૃત જાણકારી આપવામાં આવી હતી.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ, ટવીટર ચેનલ પેજ પર નવી માહિતી શેર કરીને લોકોને સતત સાયબર ફ્રોડની નવિન ઘટનાઓ વિશે માહિતગાર કરવામ)ં આવે છે. આ કાર્યક્રમનું સફળ આયોજન સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.કે. ઝાલા, ડબલ્યુપીસી દિપ્તીબેન કાન્તીલાલ કુંભારાણા તથા પો.કોન્સ વિકીભાઇ ઝાલા દ્વારા કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech