ક્રિકેટ બંગલો ખાતે આયોજિત JPL ડે-નાઈટ ટુર્નામેન્ટનો ભરપૂર આનંદ માણતા જામનગરના ક્રિકેટ રસિકો : અનેક મહાનુભાવોની ઉપસ્થિતી

  • November 03, 2023 01:19 PM 

ક્રિકેટ બંગલો ખાતે આયોજિત JPL ડે-નાઈટ ટુર્નામેન્ટનો ભરપૂર આનંદ માણતા જામનગરના ક્રિકેટ રસિકો : અનેક મહાનુભાવોની ઉપસ્થિતી

જામનગરના ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ગ્રાઉન્ડ ક્રિકેટ બંગલો ખાતે રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત પ્રથમ વખત યોજાઈ રહેલ વાઈટ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ માં દિવસે ને દિવસે ક્રિકેટ રસીકોનો ખૂબ જ ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં આજકાલ મીડિયા પાર્ટનર છે અને આઇ લવ જામનગર સોશિયલ મીડિયા પાર્ટનર છે. દરરોજ યોજાતા બે ટી-ટ્વેન્ટી મેચોમાં ક્રિકેટના ખેલાડીઓ અને દર્શકો પણ મીની IPL જેવા માહોલ સાથે ક્રિકેટનો આનંદ માણી રહ્યા છે.

ગઈકાલે સાંજે પ્રથમ મેચ ડાર્ક નાઈટ રાઈડર્સ અને સંજરી ટાઇગર વચ્ચે યોજાયો હતો, જેનો પ્રારંભ ટોસ ઉછાળીને 'આજકાલ'ના પત્રકાર અતુલભાઇ મહેતા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે મેચના અંતે મેન ઓફ ધ મેચ જાહેર થયેલ પૃથ્વી કટારીયા અને વિહારને જામનગર પીજીવીસીએલ સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી ઇજનેર અજયભાઈ પરમાર તેમજ શાપર ઝોનના ડેપ્યુટી ઇજનેર ઋષિભાઈ પરમાર તથા ઇન્ટીફાઈ સોલાર પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન કાનાભાઈ બૈડીયાવદરા, સુરેશભાઈ અને આજકાલ ડિજિટલ વિભાગના હેડ મુસ્તાક દલ સહિતના મહાનુભાવોના હસ્તે મેન ઓફ ધ મેચ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અને આ તમામ મહાનુભાવો બીજા મેચની ટોસ વિધિમાં પણ સાથે જોડાયા હતા.

જ્યારે બીજો મેચ થન્ડરબોલ્ટ અને કાલાવડ કિંગ વચ્ચે યોજાયો હતો, જે પણ ખૂબ રસપ્રદ રહ્યો હતો. આ ટીમ આખી ટુર્નામેન્ટમાં સતત ત્રણ મેચ જીતવા સાથે ફાઈનલની રેસમાં સૌથી આગળ પહોંચી છે. બીજા મેચમાં મેન ઓફ ધ મેચ થયેલા ખેલાડી ધ્વનિશ જોશીને જાણીતા એડવોકેટ અશોકભાઈ જોશી તેમજ ક્રેડિટ બુલ્સ વાળા ધવલભાઈ સોલાણી તેમજ gtpl ન્યુઝ જામનગરના જયેશભાઈ રૂપારેલીયા તથા આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઇન્ટ સેક્રેટરી પ્રદિપસિંહ વાળા તેમજ મેળા સંચાલક સબીરભાઈ અખાણી અને રાઇઝિંગ સ્પોર્ટ્સ ક્લબના સભ્યોની ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
​​​​​​​

જ્યારે આજે સાંજે ચાર વાગ્યે ખૂબ મહત્ત્વનો મેચ યોજાશે. જેમાં બાબરીયા વોરિયર્સ અને જામજોધપુર જગુઆર વચ્ચે મેચ રમાશે. જ્યારે બીજો મેચ જામનગરના પીજીવીસીએલના અધિકારીઓ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ વચ્ચે ઇન્વિટેશન મેચનું આયોજન સાંજે 8:00 વાગે કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application