નવી દિલ્હી ખાતે તા.૧૭-૧૮ પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણીમાં ઉપસ્થિત રહેલા જામનગર જિલ્લાભરના ભાજપના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકસભાની ચૂંટણીના અનુસંધાને આપવામાં આવેલો સંદેશ સાંભળ્યા હતાં, આ કાર્યકારીણીમાં દેશભરમાંથી અંદાજે ૧૦ હજારથી વધુ ભાજપના ટોચના નેતાઓ, મંત્રી મંડળના સભ્યો, મુખ્યમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સંગઠનના સુત્રોધારો અને લોકસભાની બેઠકના પ્રભારીઓ હાજર રહ્યા હતાં, સતત બે દિવસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંઘ સહિત કેન્દ્રનું આખુ મંત્રીમંડળ, ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડા અને ભાજપની આખી રાષ્ટ્રિય ટીમ માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતાં, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને એમની સાથે વનમંત્રી મુળુભાઇ બેરા સહિતનું આખુ ગુજરાતનું મંત્રીમંડળ પણ જોડાયું હતું અને જે રાજયમાં ભાજપની સરકાર છે ત્યાંના મુખ્યમંત્રીઓ તથા મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં, આ બેઠકમાં જામનગરથી સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદ ખીમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, લોકસભાની ત્રણ બેઠકના ક્લસ્ટરના પ્રભારી આર.સી. ફળદુ, અમરેલી લોકસભા બેઠકના પ્રભારી હકુભા જાડેજા, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિમલ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સંગઠ્ઠનના પ્રભારી પલ્લવીબેન, જિલ્લાના પ્રભારી ભાનુભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતાં અને બે દિવસ સુધી માર્ગદર્શન મેળવ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને ભવ્ય જીતની હેટ્રીકનો વિશ્ર્વાસ વ્યકત કરીને આવેલા તમામ નેતાઓ, આગેવાનો પાસે પુરેપુરા ૧૦૦ દિવસ માગ્યા હતાં અને આ દિવસો દરમ્યાન વધુને વધુ લોકોની વચ્ચે જવાનો સંદેશ આપ્યો હતો, આ ઉપરાંત પણ વડાપ્રધાન દ્વારા અનેક માર્ગદર્શન આપવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech