ભૂલા પડેલા માજીનું પરિવાર સાથે મિલન કરાવતી જામનગર 181 ટીમ

  • September 28, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં એક જાગૃત નાગરિકનો 181 મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે અહીંયા એક 70 વર્ષના વૃદ્ધા માજી ત્રણ કલાકના બેઠા હોય છે તેઓ અમોને નદીના ખાડી વિસ્તારમાંથી મળી આવેલ છે. પરંતુ તેઓ  નામ કે સરનામું જણાવતા ન હોય તેમ જ તેમની ભાષા પણ સમજાતી ન હોય તેથી તેમને મદદની જરૂર છે


કોલ આવતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર રીના દિહોરા તેમજ   તારાબેન તેમજ  પાયલોટ મહાવીર સિંહ વાઢેર સ્થળ પર પહોંચેલ અને વૃદ્ધા માજી સાથે પરામશ કરતા જણાયું કે તેઓ તેમના ઘરેથી બપોરના કંઈ કામથી નીકળી ગયેલ હોય પરંતુ તેઓ ચાલતા ચાલતા તેમના ઘરેથી દૂર અજાણ્યા ગામમાં આવી ગયેલ હોય અને ત્યાં તેઓ નદીના પટ ના ભાગમાં બેસેલા હોય અને ગ્રામજનોની નજર પડતા તેઓ તેમને ગામમાં પંચાયત ઓફિસે બેસાડીને પૂછપરછ કરેલ હતી.

વૃદ્ધા માજીની ભાષા અલગ પડતી આવતી હોય તેમ જ તેઓ તેમનું પાકું સરનામું જણાવતા ન હોય અલગ અલગ ત્રણ સરનામાં જણાવેલ હોય. ત્યારબાદ ત્યાંથી માજી ને ગાડીમાં બેસાડીને અમો જામનગર આવેલ હોય ત્યાં વૃદ્ધા માજીની જેવી ભાષા બોલનાર એક દુકાનદારને મળેલ અને તે દુકાનદાર સાથે માજી ને વાતચીત કરાવેલ ત્યારબાદ માજીએ તેમની ભાષામાં દુકાનદારને જણાવેલ કે મારા પતિ ન હોય અને મારો દીકરો પણ ન હોય  અને હું મારા ઘરમાં એકલી જ રહેતી હોય પરંતુ હું ભૂલી પડતા મને મારું સરનામું ક્યાં છે તે સમજાતું ન હોય  તેથી વૃદ્ધા માજી એ અલગ અલગ ત્રણ સરનામાં જણાવેલુ હોય તે અલગ અલગ ત્રણ સરનામા પર અમો ગયેલ ત્યારબાદ માજીનું ત્રીજું સરનામું હતું ત્યાં જ તેમનું ઘર હોય અને ત્યાં તેમનો ભત્રીજો  માજીના ઘરની બાજુમાં રહેતો હોય તે  ઘરે  હાજરમાં હોય તેમની સાથે કાઉન્સિલિંગ કરતા  જણાયું કે માજીને અમો સવારના શોધખોળ કરીએ છીએ પરંતુ તેમની કોઈ જાણ થયેલ ન હોય ત્યારબાદ  વૃદ્ધા માજીને તેમના ભત્રીજાને સોંપેલ અને વૃદ્ધા માજીએ તેમજ તેમના ભત્રીજાએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application