જામજોધપુર બાર એસો. દ્વારા જીલ્લા કલેકટરને કરાતી રજુઆત

  • October 13, 2023 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુર બાર એસો. દ્વારા જામનગર જીલ્લા કલેકટરને એક પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે, જન્મ અને મરણ અધિનીયમ ૨૦૨૩થી ક. ૧૩ના સુધારા અંગેના ભારત સરકારના ગેઝેટ તા. ૧૧-૮-૨૩ અન્વયે જામજોધપુર મામલતદારને સત્તા આપવા તથા જામજોધપુર સબ રજીસ્ટાર કચેરીના કામગીરી કાયમી દિવસ ફાળવવા તથા જામજોધપુર સર્કલ નોંધ પ્રમાણીત સમયે અમુક ગામોની પ્રમોલેગેશન નોંધ ન હોવા છતા પુર્તતાનો આગ્રહ નાખતા તેઓને યોગ્ય માર્ગદર્શન આપવા રજુઆત કરી છે.



આગળ જણાવ્યુ છે કે જન્મ-મરણ અધિનીયમ ક.૧૩ની જોગવાઇ મુજબ જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદારને કેશ ચલાવવાની સત્તા અપાયેલ છે જેથી જામજોધપુર મામલતદાર સમક્ષ અમોએ અરજદાર વતી કેશ દાખલ કરતા મામલતદાર જામજોધપુરે તેઓને કેશ ચલાવવાની સત્તા ન હોવાના કારણસર અમારી અરજી પ્રાંત અધિકારી સમક્ષ ટ્રાન્સફર કરેલ હોય, તેમજ બીજા એક કેશમાં એક ફાઇલ પ્રાંત અધિકારી લાલપુરની કોર્ટમાં દાખલ કરેલ છે પરંતુ પ્રાંત કચેરી તરફથી કોઇ તારીખ આપવામાં આવેલ નથી, કાર્યવાહી થયેલ નથી, દાદ મેળવવા માટે અગવડતાની પરિસ્થીતી ઉત્પન્ન થયેલ છે.


કારણ કે જામજોધપુરથી લાલપુરનું ૪૫ કીમી જેટલુ અંતર છે, તારીખમાં હાજર રહેવા માટે જામજોધપુરના છેવાડાના ગામ જેવા કે અમરાપર, પરડવા, સતાપર, જામશખપુર, સિદસર જેવા અનેક ગામડાઓને અંદાજે ૧૦૦ થી ૧૨૫ કીમી નાછુટકે જવાની ફરજ પડતી હોય જેના કારણે ગરીબ મઘ્યમ વર્ગના અરજદારોને આર્થિક ખર્ચ, સમયની નુકશાની ભોગવવી પડે છે, આથી અરજદારોની પરિસ્થીતી ઘ્યાને લઇને યોગ્ય કાર્યવાહી અને માર્ગદર્શન આપવા રજુઆત છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application