ડિઝલ એવરેજને કારણે જામજોધપુર એસ.ટી. ડ્રાયવરોને માનસીક પરેશાની

  • August 10, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એવરેજ મુજબ બસ ના ચાલે તો ફટકારાતો દંડ

રાજ્યમાં એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટે નવી નવી યોજનાઓ જાહેર થાય છે હકીકતમાં તેમનો ભોગ બસના ડ્રાયવરો બની રહ્યા છે એક લીટરે ડીઝલમા ૫.૩૯, ૫.૫૫, ૫.૬૩ આમ, અલગ અલગ કિલોમીટર બસ ચાલવી જોઈએ તેવા ટારગેટ આપે છે. તે ટારગેટ ફરજિયાત ન હોવા છતાં જો તે પ્રમાણે બસ ના ચાલે તો ડ્રાઇવરોને દંડ ફટકારાય છે.
 તે રીતે જામ-જોધપુર એસ.ટી.ડેપોના ડ્રાયવર પરેશભાઈ ભાલોડીયાને યાંત્રીક એસ.ટી.વિભાગ જામનગર દવારા  એપ્રીલ ૨૦૨૩ નો ટારગેટ  પ.પપ આપેલ હતો. તે ટારગેટ પૂર્ણ ન થતાં માસિક ૪.૭૬ નો આવેલ તેનાં  કારણે ૩૩૯ લીટર જથ્થો નો ડ્રાયવરએ વધુ વપરાશ કરેલ તે બાબતે ડેપો મેનેજરને ડિઝલ કેમ.એમ.પી .એલ. રિપોર્ટ કરેલ કે જના કારણે ડેપોના કેમ. એમ.પી.એલ. નીચું જણાવી ડેપો ખાતે ડીઝલનો વપરાશ ૨૩૯૨ લીટર થયેલ જેથી ડીઝલ કેમ.એમ.પી.એલ નીચું જણાવી જવાબદાર ગણાવી તહોમત મુકેલ.
 જે તહોમત જવાબ લેખિતમાં આપી એસ.ટી.ડ્રાઈવરએ જણાવેલ ડેપો મેનજર દ્વારા જાણીબુજીને ઈરાદાપૂર્વક, પૂર્વયોજીત, વ્યવસ્થિત, બુદ્ધીપૂર્વક બદઈરાદો પાર પાડવા, ગેરકાયદેસર બદ્ઈરાદે માનસિક આર્થિક હેરાન પરેશાન કરવા મને ખોટુ રેકર્ડ ઉભૂ કરી કાયદાકીય પ્રીસિઝર વિરૂદ્ધ, અર્થહીન, તર્કહિન, કુદરતી સિદધાતો પરીપત્ર વિરૂદ્ધ આપેલ છે પરેશભાઈ ડ્રાયવરના જણાવ્યા મુજબ કલમ ૧૧,૧૫,૨૭ પ્રમાણે કોઈ મે ગુનો કર્યો નથી કે તેમના લગતા સંલગ્ન પુરાવા પણ નથી.
 આ બાબતનું તહોમતપત્ર આપવાનો કોઈનો અધીકાર પણ ન હોય જેથી આ કામના રિપોર્ટર ડેપો મેનેજર  અને કોમ્પીટન્ટ ઓથોરીટી  યાંત્રીક ઈજનેર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. તેમ પરેશભાઈ ભાલેડીયાએ તહોમતપત્રના જવાબમાં અનેક વિધિવત્ બાબતો સાથે જણાવેલ છે. જામનગર જિલ્લા એસ.ટી.વિભાગમા આ ઘટનાએ ચકચાર જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application