જામનગરમાં યોજાઈ ઝલેબી પાર્ટી...600 લોકો જલેબી પાર્ટીમાં રહ્યા ઉપસ્થિતિ...જાણો ક્યાં યોજાઈ પાર્ટી ?

  • January 23, 2023 08:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં યોજાઈ ઝલેબી પાર્ટી...600 લોકોએ કરી મોજ..

જામનગરમાં શ્રી ભવાની ફાર્મ એન્ડ ગૉશાળામાં સાંજના સમયે ભવ્ય જલેબી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો શિયાળાની સિઝન ચાલુ છે એટલે વાડીએ ભુટા પાર્ટી મોટાભાગના લોકો કરતા હોય છે જોકે શ્રી ભવાની ફાર્મ એન્ડ ગૌશાળાના માલિકે જલેબી પાર્ટીનું આયોજન કર્યું હતું આ પાર્ટીમાં બ્રાસ એસોસિએશનના પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કુલ 600 લોકો પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા....

જામનગરમાં શ્રી ભવાની ફાર્મ એન્ડ ગૌશાળા ખાતે છેલ્લા પાંચ વર્ષથી ઓર્ગેનિક ખેતી આધારિત ગોળ પકવવામાં આવી રહ્યો છે સંપૂર્ણ ગાય આધારિત ખેતી અહીં થાય છે ત્યારે વાડીએ જ પકવવામાં આવતા ગોળ માંથી જલેબી બનાવવામાં આવી હતી અને ગરમાગરમ જલેબી લોકોને ફાર્મ હાઉસ ખાતે પીરસવામાં આવી હતી.... આ જલેબી પાર્ટીમાં શહેરના અગ્રણીઓ તેમજ ડોક્ટર વકીલ અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application