વિદેશ મંત્રી એસ જયશંકરે ગઇકાલે ભારતીય ચૂંટણીઓના 'નકારાત્મક કવરેજ' માટે પશ્ચિમી મીડિયાની ટીકા કરી હતી અને તેમને કહ્યું હતું કે ચૂંટણી કેવી રીતે હાથ ધરવી તે અંગે ભારતને 'જ્ઞાન' ન આપો. તેમણે કોલકાતામાં તેમના પુસ્તક 'વાય ભારત મેટર્સ'ની બાંગ્લા આવૃત્તિના વિમોચન પ્રસંગે આ નિવેદન આપ્યું છે. વધુમાં જણાવતા કહ્યું કે, તેઆ તમારી પ્રતિાને નુકસાન પહોંચાડશે, કોઈ ઇન્ડેકસ લાવશે અને તમને તેમાં નીચે મૂકી દેશે. જે દેશોએ તેમની ચૂંટણીના પરિણામ નક્કી કરવા માટે કોર્ટમાં જવું પડે છે તે અમને ચૂંટણી કેવી રીતે યોજવી તે વિશે જ્ઞાન આપી રહ્યા છે.
કેટલાક પશ્ચિમી મીડિયા પ્લેટફોમ્ર્સ દ્રારા લોકસભા ચૂંટણી ૨૦૨૪ વિશે પ્રશ્નો ઉભા કર્યા હતા જયશંકરે કરવામાં આવેલી ટીકાઓને વધુ મહત્વ ન આપતા તેને હાલમાં વિશ્વમાં ચાલી રહેલી 'માઇન્ડ ગેમ' ગણાવી હતી. વિદેશમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, તે પશ્ચિમી દેશો આપણને પ્રભાવિત કરવા માંગે છે કારણ કે આમાંના ઘણા દેશોને લાગે છે કે આ દેશોએ છેલ્લા ૭૦–૮૦ વર્ષથી આ વિશ્વને પ્રભાવિત કયુ છે. પશ્ચિમી દેશોને લાગે છે કે તેઓએ છેલ્લા ૨૦૦ વર્ષથી આ વિશ્વને પ્રભાવિત કયુ છે. તમે કેવી રીતે આ અપેક્ષા કરી શકો છો?
એસ જયશંકરે ઉમેયુ હતું કે પશ્ચિમી દેશો ભારતમાં કેટલીક બાબતો માટે એક ચોક્કસ લોકોનો વર્ગ ઈચ્છે છે અને યારે દેશના લોકો અલગ રીતે વિચારે તો તેઓ પરેશાન થાય છે. આ લોકો ભારત માટે આટલા નકારાત્મક કેમ છે? કદાચ એટલા માટે છે કારણ કે તેઓ (પશ્ચિમી દેશો) એક એવું ભારત જોઈ રહ્યા છે જે તેમની બનાવેલી છબીને અનુપ નથી.
વિદેશ મંત્રીએ કહ્યું કે, પશ્ચિમી મીડિયા, કેટલાક કિસ્સાઓમાં, ઉમેદવારો અને રાજકીય પક્ષોને ખુલ્લેઆમ સમર્થન આપે છે; તેઓ તેમની પસંદગી છુપાવતા નથી. તેઓ ખૂબ જ સ્માર્ટ છે. પ્રથમ ચાર તબક્કાના મતદાન દરમિયાન થયેલા મતદાનને સ્વીકારતા, જયશંકરે કહ્યું કે આ ચૂંટણીમાં પણ, હત્પં કોમેન્ટરી જોઈ રહ્યો છું. દેશમાં, ઉનાળામાં પણ મતદાન કરવા આવેલા લોકોની ટકાવારી પર એક નજર કરી જુઓ.
ભારતમાં ૧૯ એપ્રિલથી ૧ જૂન, ૨૦૨૪ સુધી લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં, સામાન્ય ચૂંટણીના સાતમાંથી ચાર તબક્કા પૂર્ણ થઈ ગયા છે, બાકીના ત્રણ તબક્કા અનુક્રમે ૨૦ મે, ૨૫ અને ૧ જૂનના રોજ યોજાનાર છે. યારે ૪ જૂને મત ગણતરી થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech