જેસલમેરમાં અકસ્માત : પોકરણમાં ફાયરિંગ રેન્જમં અભ્યાસ દરમ્યાન માર્ટારમાં થયો બ્લાસ્ટ, BSFના ત્રણ જવાન ઈજાગ્રસ્ત

  • September 20, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રાજસ્થાનના જેસલમેરમાં પોકરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં આજે શુક્રવારે બપોરે 12 કલાકે એક મોટો અકસ્માત થયો હતો. બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના જવાનોની કવાયત દરમિયાન મોર્ટાર બોમ્બ વિસ્ફોટ થતાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય જવાનોને પોખરણની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય જવાનો બીએસએફના તાલીમાર્થી હતા. આ અકસ્માત નિયમિત પ્રેક્ટિસ સેશન દરમિયાન થયો હતો. હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે, તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે જેથી કરીને અકસ્માતનું સાચું કારણ જાણી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application