જૈનાચાર્ય સૂરિરામચંદ્ર સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠા-સ્મૃતિગ્રંથનું 25 સ્થળે થયુ એક સાથે વિમોચન

  • August 17, 2024 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજથી 22 વર્ષ પહેલાં અમદાવાદ સાબરમતીમાં એક 27 દિવસનો મહા મહોત્સવ ઉજવાયો હતો. જૈન ધર્મમાં ઉજવાયેલા છેલ્લા 300-400 વર્ષના ઈતિહાસમાં એ પહેલો જ એવો મહોત્સવ હતો કે જેમાં ડોમ બનેલો, જેમાં ગચ્છાધિપતિ આચાર્ય મહોદયસૂરિશ્વરજી મહારાજ વગેરે 25 જૈનાચાયોં, 300 સાધુઓ, 1200 સાધવીજીઓ ગામ-પરગામથી આવેલા લાખો જૈનોની ઉપસ્થિતિ હતી એ મહોત્સવમાં 27 મુમુક્ષુઓએ દિક્ષા લીધી હતી. 20 લાખ માણસોએ શ્રુત મહાપુજાના દર્શન કયર્િ તો 10 લાખ પુણ્યાત્માઓની બેસાડીને જૈન વાનગી ઓથી શ્રેષ્ઠ ભોજન ભકિત કરાઈ, 80 થી વધુ ગ્રંથોના વિમોચન થયા તો 51 રંગોળી અને વિશિષ્ટ ઉજમણું, મામેરૂં ફઈયારૂં અને સમર્પણોના વિક્રમો નોંધાયા હતા.
આ બધુ જ થયુ હતું સાબરમતી ખાતે બનેલા જૈનાચાય વિજયરામચંદ્ર સૂરિશ્વર મહારાજના સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠાના નિમીતે ન ભૂતો ન ભષ્યિતિ કહી શકાય તેવા આ મહોત્સવ પછી તરત જ ગોધરાકાંડ થવાથી બધી જ સામગ્રી અસ્તવ્યસ્ત બનતા એ ઐતિહાસીક મહોત્સવનો સચિત્ર સ્મૃતિ ગ્રંથ તૈયાર થઈ શક્યો ન હતો જુદા જુદા સ્થળેથી મહા મહેનતી શોધી કાઢી તે સામગ્રીનું વ્યવસ્થિત સંકલન-સંપાદન જૈનાચાર્ય કિર્તીયશસૂરીજી મહારાજ અને તેમના શિષ્યવૃંદે કર્યું હતું બે ભાગમાં ભારે પેપર, બાઈન્ડીંગ અને કુદ્રણપૂર્વક એ સ્મૃતિગ્રંથ તૈયાર થઈને આવતા ભારતભરમાં 25 જૈનાચાર્યોના સાનિધ્યમાં એક સાથે એનું વિમોચન થયુ હતું પાલિતાણામાં જાલોરી-ગિરિગુણવષર્વિાસમાં પણ 15મી ઓગષ્ટે શ્રેષ્ઠીવર્યો એ વિમોચન કરી પ્રતિઓ વિતરિત કરી હતી. આ સમગ્ર સ્મૃતિગ્રંથનો પ્રકાશન લાભ ભંડાર-સાબરમતીના જૈન શ્રાવિકા માતૃશ્રી શાંતાબેન શાંતિલાલ રાંકા પરિવારે મેળ વીને અનુમોદનીય ગુરૂભક્તિ કરી હતી તે મહોત્સવની વિશેષા જાણવા માણવા માટે તે સ્મૃતિગ્રંથનું ફરીને કરવું અનિવાર્ય છે.
    




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application