કરણી સેનાના પ્રમુખની નવી જાહેરાત: જેલના કેદીને પણ બિશ્ર્નોઈની હત્યા માટે મળશે ઇનામ

  • October 28, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોરેન્સ બિશ્નોઈનો સામનો કરનાર પોલીસકર્મીને ૧ કરોડ ૧૧ લાખ ૧૧ હજાર પિયા અને ૧૧૧ પિયા આપવાની જાહેરાત કરનાર ક્ષત્રિય કરણી સેનાના પ્રમુખ ડો. રાજ શેખાવતે વધુ એક જાહેરાત કરી છે. શેખાવતે કહ્યું છે કે તેમની ઓફર હવે સાબરમતી જેલમાં બધં કેદીઓ માટે પણ છે.
ક્ષત્રિય કરણી સેનાના વડા રાજ શેખાવત તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર માટે ઈનામની જાહેરાત કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ ગોગામેડીની હત્યાનો બદલો લેવા માટે લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર માટે ઈનામની જાહેરાત કરી હતી. ગુજરાતના વડોદરાથી સંગઠન ચલાવતા શેખાવતે કહ્યું છે કે તેમની સંસ્થા એન્કાઉન્ટર પર ઈનામ આપશે એટલું જ નહીં, જો જેલમાં કોઈ કેદી હત્યા કરશે તો તેને ૧ કરોડ ૧૧ લાખ ૧૧ હજાર પિયાનું ઈનામ પણ આપવામાં આવશે.
પોતાના એકસ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરતા શેખાવતે કહ્યું, મેં જે ઈનામની રકમ જાહેર કરી છે તે એન્કાઉન્ટર પરના પોલીસકર્મીઓને ચોક્કસપણે આપવામાં આવશે. ત્યારે હત્પં બીજી જાહેરાત કં છું કે લોરેન્સની હત્યા કરનાર સાબરમતી જેલમાં બધં કોઈપણ કેદીને પણ ક્ષત્રિય સેના દ્રારા પુરસ્કાર જેટલી જ રકમ આપવામાં આવશે. રાજ શેખાવતે અગાઉ કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈના વિરોધને કારણે તેમના મિત્રોએ તેમની સામે ૧.૫૦ કરોડ પિયાની લાંચ આપી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application