હજારો કેદીઓને આત્મનિર્ભર બનાવી ગુજરાતને ગૌરવ અપાવનાર જેલના વડા ડો.કે એલ.એન.રાવનું વિશિષ્ટ સન્માન

  • October 10, 2023 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હજારો કેદીઓને સ્વરોજગારી આપવા માટે મહત્વનું યોગદાન આપનાર ડોકટર કે.એલ.એન.રાવ ની ટીમે રેકોર્ડ બનાવ્યો છે અને રાષ્ટ્ર્રીય કક્ષાએ ગુજરાતની નોંધ લેવાય છે અને જેના માટે ગુજરાતને એવોર્ડ મળ્યો છે.ગુજરાતના મુખ્ય જેલ વડા તરીકે ચાર વર્ષના સફળતાપૂર્વક પૂર્ણ કરનાર સિનિયર અધિકારી ડોકટર રાવને સન્માન કરવા માટે એક વિશિષ્ટ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોરોના કાળ દરમિયાન કાબિલે દાદ વ્યવસ્થા ગોઠવનાર ડો.રાવ દ્રારા રાષ્ટ્ર્રીય કક્ષાએ ગુજરાતની નોંધ લેવડાવી ગુજરાતને એવોર્ડ સાથે ગૌરવ અપાવ્યું છે તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા પાઠવી હતી.


ગુજરાતની જેલમાં દેશની ખૂબ જાણીતી સફારી બેગ નો ૮૨૮૮ ફટનો પ્લાન્ટ શેડ દ્રારા વડોદરા સેન્ટ્રલ જેલના મહિલાઓ સહિત ૧૦,૦૦૦ કેદીઓને રોજગારી આપવા માટે કરેલ આયોજનની નોંધ દિલ્હી સુધી લેવામાં આવી છે પૂર્વ ગવર્નર, દેશના પ્રથમ આઈ પી એસ અને તિહાર જેલના એક સમયના વડા કિરણ બેદી દ્રારા ગુજરાત જેલની મુલાકાત લેવા લઈ ડો.રાવ અને શિક્ષણ તજજ્ઞ ડોકટર ઇન્દુ રાવ ના યોગદાન ની સરાહના કરી હતી.


સુરત ,ભાવનગર જેલમાં હીરા ઉધોગ, કાપડ ઉધોગ ફેશન ડિઝાઇન સાથે જેલની વસ્તુઓનું આકર્ષક પેકિંગ સહિત ઇન્ટરનેશનલ બ્રાન્ડ સમક્ષ રાખી ગૃહ મંત્રાલયને ગૌરવ અપાવ્યું છે. જેલના જીવન પર અદભુત પુસ્તક, જેલ કેદીઓ માટે કેદીઓ સંચાલિત રેડિયો સ્ટેશન તેમજ વિવિધ અભ્યાસક્રમો તેમની ઉપલબ્ધિ છે આ ઉપરાંત જેલમાં થતા ફોનના ઉપયોગને અટકાવવા હાઈ ફ્રિકવન્સી ઝામરની દરખાસ્ત ઉપરાંત સુરક્ષાના લઈને આધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે.


જેલના જીવન બાદ કેદીઓને પણ કામગીરી મળી રહે અને આત્મ નિર્ભર બને તે માટે વિવિધ રોજગાર કાર્યક્રમો ચાલુ રહેશે તેવો સંકલ્પ લેવાયો છે. આ સન્માન અંગે ડોકટર રાવે પોતાની ટીમ અને ગૃહ મંત્રાલય તેમજ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્રારા મળતું પ્રોત્સાહન અને સૂચનો ખૂબ જ પ્રેરણાબળ હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application