વડાપ્રધાન જન્મદિવસ નિમિતે પોરબંદર સાંસદ દ્વારા જગતમંદિરે કુંડલા ભોગ મનોરથ

  • September 18, 2023 12:17 PM 

શહેર ભાજપ સંગઠ્ઠન દ્વારા સ્લમ વિસ્તારો તથા હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ


ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની દ્વારકા ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મોદીના જન્મદિવસ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક પરિવારે દ્વારકાધીશના જગતમંદિરના ઉન્નત શિખર પર નૂતન ઘ્વજારોહણ કર્યું હતું, તેમજ જગતમંદિરે ઠાકોરજીને કુંડલા ભોગ મનોરથ યોજાયો હતો.


આ પ્રસંગે દ્વારકા શહેર ભાજપ સંગઠ્ઠન દ્વારા શહેર પ્રમુખ વિજય બુજડના માર્ગદર્શન હેઠળ સાંસદની ઉપસ્થિતિમાં કેક કાપી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. શહેર ભાજપ દ્વારા સ્લમ વિસ્તાર તથા હોસ્પિટલમાં જરીયાતમંદોને ફ્રુટ વિતરણ પણ કરવામાં આવેલ. આ પ્રસંગે દ્વારકાધીશ સન્મુખ મોદીના દિધાર્યુ માટે ભાજપના કાર્યકરો તથા સાંસદ રમેશભાઇ ધડુક પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application