જાફરી સોસાયટી પાસે હત્યામાં સંડોવાયેલાની જામીન અરજી રદ

  • October 01, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 શહેરના જમનાકુંડ પાસે આવેલી જાફરી સોસાયટીના નાકે વારંવાર ગાળો બોલતા શખ્સને ઠપકો આપનારની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા શખ્સે રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
બનાવની વિગત એવી છે કે, તા.૫- સપ્ટેમ્બર -૨૦૨૨ના રોજ મોહંમદહાદી આશીકભાઈ જમાણીએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં અઝરૂદ્દીન ઉર્ફે અજ્જુ અબ્દુલ જફાર બેલીલ તેની પત્નિ તેમજ બે સગીર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી અઝરૂદ્દીન તેમની જાફરી સોસાયટીના નાકે વારંવાર ગાળો બોલતો હોવાના કારણે ફરિયાદીના પિતાએ અઝરૂદ્દીનને ગાળો ન બોલવાનું જણાવતાં આરોપીએ તેની દાઝ રાખી સગીર આરોપીઓ સાથે આવી છરીથી હુમલો કરી ફરિયાદીના પિતાની હત્યા કરી નાંખી હતી.
આ બનાવમાં આરોપીએ જામીન અરજી મુકતા સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, બનાવમાં નજરે જોનાર ૧૩ સાક્ષી છે અને તેમની જુબાની બાકી છે ત્યારે જો જામીન આપવામાં આવશે તો સાક્ષીઓને ફોડશે. અગાઉ હાઇકોર્ટે આરોપીને ૧૪ દિવસના જામીન આપ્યા હતા પરંતુ આરોપી સમયસર જેલમાં હાજર થયો ન હતો. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદાર અઝરૂદ્દીનની જામીન અરજી નામંજૂર કરી હતી અને નોંધ્યું હતું કે, આરોપી અગાઉ સમયસગ જેલમાં હાજર થયો નથી ત્યારે ગુનાની ગંભીરતાને જોતા જામીન અરજી નાંજૂર કરવામાં આવે છે.

    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application