દરેડમાં અપહરણ અને દૂષ્કર્મના કેસનો ભાગેડૂ શખસ દબોચાયો

  • November 06, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેડમાં અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સજા પામેલ પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને ફેસ-૩ ખાતેથી જામનગર પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો હતો.
એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરતા એલસીબી પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લોના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના રણજીતસિંહ, કરણસિંહ, ગજેન્દ્રસિંહ તથા લખધીરસિંહને બાતમી મળી હતી કે, પંચ-બી પોલીસ સ્ટેશનના આઇપીસી ૩૬૩, ૩૭૬(૨), ૩૭૭ તથા પોકસો એકટના ગુનાના કામે રાજકોટ મઘ્યસ્થ જેલમાં રહેલા પાકા કામના કેદી પ્રવિણ ઉર્ફે પોપટ ભવાન મેથાણીયા રહે. દરેડ ફેસ-૩વાળો ૧૫ દિનની પેરોલ પરથી ફરાર થઇ નાસતો ફરે છે, જે ફેસ-૩ વિસ્તારમાં હોવાની હકીકત આધારે તેને પકડી પાડી રાજકોટ મઘ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application