ક્રિકેટ બંગલો ખાતે આજકાલ મીડિયા પાર્ટનર અને RSC આયોજિત JPL સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલથી લીગ મેચનો પ્રારંભ : દરરોજ બે ટી-ટ્વેન્ટી લીગ મેચ યોજાશે

  • October 31, 2023 12:51 PM 

ક્રિકેટ બંગલો ખાતે આજકાલ મીડિયા પાર્ટનર અને RSC આયોજિત JPL સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલથી લીગ મેચનો પ્રારંભ : દરરોજ બે ટી-ટ્વેન્ટી લીગ મેચ યોજાશે

ક્રિકેટ બંગલો ખાતે ટુર્નામેન્ટમાં આજે બે દિલ ધડક મેચ યોજાશે : મહાનુભવોના હસ્તે ટોસ વિધિ અને મેન ઓફ ધ મેચ શેરેમની : જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની બે ટીમો વચ્ચે પણ આજે ઇન્વિટેશન ફ્રેન્ડલી મેચનું ભવ્ય આયોજન : ક્રિકેટ રસીકોને મેચ નિહાળવા આહવાન

જામનગર તા.31

આજકાલ મીડિયા પાર્ટનર અને રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા જામનગરના આંગણે અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત સૌપ્રથમ વખત વ્હાઇટ્ બોલ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનો રવિવારે પ્રારંભ થયા બાદ સોમવારથી લીગ મેચની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં દરરોજ બે ટી 20 મેચ રમાઈ રહ્યા છે. ગઈકાલે પણ બે ટી-ટ્વેન્ટી મેચ યોજાયા હતા અને આજે પણ બે ટી-ટ્વેન્ટી મેચ રમાડવામાં આવશે. 

જામનગરના ક્રિકેટ બંગલા ખાતે યોજાઇ રહેલ જામનગર પ્રીમિયર લીગ ઓપન સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરરોજ સાંજે 4:00 વાગ્યે અને 8:00 વાગ્યે તેમ બે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે પ્રથમ મેચ બાબરીયા વોરિયર્સ અને કાલાવડ કિંગ વચ્ચે યોજાયો હતો અને આ મેચ માં બાબરીયા વોરિયસનો ઝળહળતો વિજય થયો હતો.

જ્યારે બીજો મેચ સંજરી ટાઈગર્સ અને થન્ડરબોલ્ટ વચ્ચે રમાયો હતો. જેની ટોસ વિધિ જામનગર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટના મીડિયા પાર્ટનર આજકાલ સાંધ્ય દૈનિકના સિનિયર રિપોર્ટર રમેશભાઈ ભટ્ટીના હસ્તે કરવામાં આવી હતી અને દિલ ધડક મેચમાં થન્ડર બોલ્ટની ટીમે સંજરી ટાઈગરને પરાસ્ત કરી વિજય મેળવ્યો હતો. જાણીતા ધારાશાસ્ત્રી અશોકભાઈ જોશીના હસ્તે વિજેતા થન્ડરબોલ્ટ ટીમના અંકિત પટેલને મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

રાઇઝિંગ સપોર્ટ ક્લબ દ્વારા આયોજિત જામનગર પ્રીમિયર લીગ સીઝન-વનમાં આજે બીજા દિવસે પણ બે ટી-ટ્વેન્ટી મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સાંજે 4:00 વાગ્યે સંજરી ટાઈગર અને કાલાવડ કિંગ વચ્ચે પ્રથમ મેચ યોજાશે. જ્યારે બીજો મેચ ડાર્ક નાઈટ રાઇડર્સ અને જામજોધપુર જગુઆર વચ્ચે સાંજે 8:00 વાગે યોજાશે. મહાનુભાવોના હસ્તે ટોસ વિધી કર્યા બાદ ખેલાડીઓને મેન ઓફ ધ મેચ પણ આપવામાં આવે છે.

જ્યારે આજે રાત્રે 10:30 વાગ્યે એક ખાસ ઇન્વિટેશન ફ્રેન્ડલી મેચનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના ક્રિકેટ બંગલો ખાતે સતત ક્રિકેટની પ્રેક્ટિસ કરતા અને જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની બે ટીમો વચ્ચે એક દિલધડક ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેચ પણ ક્રિકેટ રસીકો માટે નિહાળવાનો એક લ્હાવો હશે. આ સમગ્ર મેચનું લાઇવ પ્રસારણો GTC અને ક્રિક હીરોઝ પર કરવામાં આવી રહ્યું છે. જ્યારે ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ ખાતે આશરે 200 જેટલી વ્હાઇટ લાઈટથી ગ્રાઉન્ડને જળહલીત કરવામાં આવ્યું છે.

જામનગર પ્રીમિયર લીગમાં મીડિયા પાર્ટનર તરીકે આજકાલ અને સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે આઇ લવ જામનગર સેવા આપી રહ્યું છે. રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા જામનગરના ક્રિકેટ બંગ્લોઝ ખાતે સૌપ્રથમ વખત વાઈટ સીઝન બોલમાં રમાઈ રહેલી આ ઓપન જામનગર પ્રીમિયર લીગમાં સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, ગાગીયા એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, રુદ્રા એન્ટરપ્રાઇઝ, કાનાભાઈ નકુમ, ઈન્ટીફાઈ સોલાર પ્રાઇવેટ લિમિટેડ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ, SBI બેંક, ક્રેડિટબૂલ, વર્ધમાન ક્રોકરી, પ્રિન્સ રેસીડેન્સી, કાફે 99, બાબરીયા એન્ટરપ્રાઇઝ, યશવર્ધન એન્ટરપ્રાઇઝ, પિંક ફાઉન્ડેશન, પ્રિન્સ રેસીડેન્સી, ગુજરાત સ્પોર્ટ્સ, રામ ગ્રાફિક્સ, ફેમસ બેગ અને ડ્રીંક પાર્ટનર ક્લબ કિંગ સહિત અનેક સંસ્થાઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે.

જામનગર પ્રીમિયર લીગને સફળ બનાવવા માટે રાઈઝીંગ સ્પોર્ટ્સ ક્લબના ફાઉન્ડર મુદ્દસીર ઘોનિયા અને કો-ફાઉન્ડર મુસ્તાક દલ તેમજ ઓર્ગેનાઇઝિંગ કમિટીના સભ્યો દીપરાજસિંહ ચુડાસમા, દર્શન પીઠડીયા તથા સમીર દલ તેમજ કમિટી મેમ્બર્સ પૂર્વ રણજી પ્લેયર કે.સી. મહેતા તથા જામનગર ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના સિલેક્ટર વિજયભાઈ બાબરીયા, મનપા શાસક પક્ષના દંડક કેતન નાખવા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી, આજકાલ દૈનિકના ટેરેટરી હેડ અજય શર્મા તેમજ એસ.ઓ.જી પોલીસના લાલુભા જાડેજા તથા પેરોલ ફર્લો સ્ક્વોડના ભગીરથસિંહ સરવૈયા તેમજ સપોર્ટર જયેશભાઈ ધોળકિયા અને હરેશભાઈ ગઢવી સહિતના સભ્યો સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સહયોગ આપી રહ્યા છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application