પ્રિ-વાયબ્રન્ટ સમીટમાં જામ્યુકોના પદાધિકારીઓ-અધિકારીઓ ગાંધીનગરમાં

  • December 15, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં ચાલી રહેલા પ્રોજેકટ અને આગામી પ્રોજેકટ અંગે પણ કરાશે ચર્ચા-વિચારણા: મેયર વિનોદ ખીમસુરીયા, ચેરમેન નિલેશ કગથરા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી આજે ગાંધીનગરમાં

જામનગર શહેરનો વિકાસ તેજ ગતિએ થઇ રહ્યો છે ત્યારે આજે ગાંધીનગરમાં પ્રિ-વાયબ્રન્ટ સમીટમાં જામનગરના પદાધિકારીઓ અને અધિકારીઓ ભાગ લેવા ગાંધીનગર ગયા છે, મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી સહિત કુલ ૧૫ એન્જીનીયરો પણ જામનગરના વિકાસની ગાથા રજૂ કરશે.
જામનગર શહેરમાં છેલ્લા ત્રણેક વર્ષથી ધીરે-ધીરે અવનવા પ્રોજેકટો થઇ રહ્યા છે, ડીએમસી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાની અને તેમની ટીમ અનેક પ્રોજેકટો ઉપર ઘ્યાન આપી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી લાંબામાં લાંબો ફલાય ઓવરબ્રિજ જામનગરમાં બની રહ્યો છે, બીજી તરફ ત્રણ દરવાજા રીનોવેશન-રેસ્ટોરેશનનું કામ અંતિમ તબકકામાં છે, એક દરવાજાનું કામ ચાલી રહ્યું છે અને બે દરવાજા ખુલ્લા મુકી દીધા છે.
આ ઉપરાંત હાપા અને લાલપુર બાયપાસ ચોકડી ઉપર ઓવરબ્રિજ બંધાઇ રહ્યો છે, હાપા અને નાઘેડી તરફ બે હોસ્પિટલ પણ ચાલી રહી છે, આજી-૩ થી જામનગર સુધીની પાઇપલાઇનનું કામ પૂર્ણ થઇ ચૂકયું છે, ભુજીયો કોઠો એકાદ મહીના બાદ લોકો માટે ખુલ્લો મુકાશે, નવા પ્રોજેકટમાં વાત લઇએ તો તળાવના બીજા ભાગમાં બ્યુટીફીકેશન રુા.૬૦૦ કરોડના ખર્ચે રંગમતી-નાગમતી નદી ઉપર રિવરફ્રન્ટ, ગાંધીનગર મેઇન રોડ પર સાયન્સ સીટી ભવન, સ્પોર્ટસ કોમ્પલેક્ષ જેવા પ્રોજેકટો આગમી દિવસોમાં થશે અને આ કામ ઝડપથી થાય તે માટે પ્રયાસ કરવાના રહેશે.
જામનગરના રસ્તાને પેવરીંગી મઢવામાં આવશે, જનરલ બોર્ડનું નવું બિલ્ડીંગ પણ બની રહ્યું છે, જામનગરને સ્પર્શતી વિગતો દર્શાવવામાં આવશે, એટલું જ નહીં તાજેતરમાં ખંભાળીયા નાકા રેસ્ટોરેશનની વાત પણ વાયબ્રન્ટ સમીટમાં મુકાશે, જામનગરના વિકાસની પુરી વાતો તેમજ જામનગર કોર્પોરેશનના અધિકારીઓને પણ પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં સાથે લઇ જવામાં આવ્યા છે, આગામી દિવસોમાં સરકાર પાસેથી વધુ ગ્રાન્ટ મળે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે. થોડા દિવસ પહેલા જામનગરના સંપૂર્ણ વિકાસ માટે રુા.૧ હજાર કરોડના કામો માટે સરકાર પાસેથી ગ્રાન્ટ માગવામાં આવી છે. જો કે સરકાર હવે કેટલા રુપિયા ફાળવશે તેના ઉપર જામનગરના વિકાસનો આધાર રહેશે. શહેરમાં ફાયરબ્રિગેડના સાધનો અને લાલપુર બાયપાસ ચોકડી વિસ્તારમાં એક અદ્યતન સ્મશાન બનાવાય તે માટે પણ સરકારની મંજુરી મળી ગઇ છે, જમીનનો પ્રશ્ર્ન હલ થાય ત્યારબાદ આ પ્રોજેકટ પણ હાથ ઉપર લેવામાં આવશે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં જામનગરનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે અને આગામી એક-દોઢ વર્ષમાં અનેકવિધ પ્રોજેકટો પણ પુરા કરી દેવામાં આવશે. આમ ગાંધીનગર ખાતે જામનગરની ગાથા આજે રજૂ થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application