જે.સી.આઇ.ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ આવ્યા ગુજરાતની મુલાકાતે

  • May 29, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જે.સી.આઈ.ના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતી મુલાકાતે આવ્યા છે ત્યારે પોરબંદરના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જે.સી.આઈ. ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ અંકુર જુનજુનવાલા ઝોન સાત ગુજરાતની ખાસ મુલાકાતે પધાર્યા હતા.આ મુલાકાત દરમિયાન ધોરાજી ખાતે ઝોન સાતના હોદેદારો સાથે મીટિંગ યોજી હતી આ મુલાકાત દરમિયાન જે.સી.આઈ. પોરબંદરના સભ્યો સાથે પણ ખાસ સમીક્ષા બેઠક યોજી હતી.આ મિટિંગમાં જે.સી.આઈ. પોરબંદર પ્લસ દ્વારા કરવામાં આવેલ દરેક પ્રોજેક્ટ અને આવનાર સમયમાં ક્યા પ્રકારના કાર્યક્રમોના આયોજન થનાર છે તેની વિગતવાર માહિતી મેળવી હતી.જે.સી.આઈ. પોરબંદર દ્વારા નેશનલ લેવલે અને સ્થાનિકકક્ષાએ કરેલી કામગીરીને પણ બિરદાવી હતી. 
જે.સી.આઈ. પોરબંદર પ્લસ દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિઓની ઝોન અને નેશનલકક્ષાએ નોંધ લેવામાં આવે છે તે બાબતે પણ રાષ્ટ્રીય પ્રમુખ જુનજુનવાલાએ અભિનંદન પાઠવ્યા હતા. પોરબંદરમાં જે.સી.આઈ. શરૂ થયાના  ટુંકા સમયમાં ઝોન પ્રમુખ અને રાષ્ટ્રીય ખજાનચી સુધીના ખુબ જ મહત્વના હોદ્દાઓ પ્રાપ્ત કરવા બદલ પણ જે.સી.આઈ. પોરબંદરના તમામ સભ્યોને અભિનંદન પાઠવી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રીય પ્રમુખની આ વિઝીટ દરમિયાન જે.સી.આઈ. પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણી, ભાવેશ તન્ના, રાજેશ રામાણી વગેરે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application