બજેટ ચૂંટણીલક્ષી રહેવાની ધારણાં: નવા કરવેરા કદાચ નહીં ઝીકવામાં આવે: સ્ટે. કમિટી સમક્ષ અંદાજપત્રની દરખાસ્ત રજૂ કરશે મ્યુ. કમિશ્નર: પાણી અને મિલ્કત વેરા પર રહેશે શહેરીજનોની નજર
જામનગર મહાનગરપાલિકાનું અંદાજપત્ર આગામી તા. ર ફેબ્રુ.ને શુક્રવારના રોજ મ્યુ. કમિશ્નર ખાસ સ્ટે. કમિટીમાં રજૂ કરશે, સંભવત: ચૂંટણીલક્ષી બજેટ રહેવાની સંભાવના છે, આ ઉપરાંત શહેરને વધુ એક ટાઉનહોલ આપવાની વિચારણા પણ બજેટમાં રજૂ થવાની શક્યતા છે, નવા વેરા કદાચ આવી રહેલી લોકસભાની ચૂંટણીના કારણે નહીં ઝીકવામાં આવે ત્યારે પાણી અને મિલ્કત વેરામાં કોઇ વધારો થાય છે કે કેમ ? તેના પર શહેરીજનોની નજર રહેશે.
જામનગર મહાનગરપાલિકાનું ૨૦૨૪ઢ૨૫ નું અંદાજપત્ર આગામી તારીખ ૨ ફેબ્રુઆરી ના રોજ કમિશનર ખાસ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરશે ગયા વર્ષના બજેટમાં એવા કોઈ ખાસ વેરા નાખવામાં આવ્યા ન હતા. આ વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને લોકો પર વધુ બોજ ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે તેમ જાણવા મળે છે.
જામનગર મહાનગરપાલિકાનું સ્ટેન્ડિંગ કમિટી માં રજુ થનારા બજેટમાં થોડા થોડા વેરા સૂચવવાના છે ત્યારે ખાસ કરીને પાણી મિલકત વેરો થોડો થોડો વધારવામાં આવે તેવી શક્યતા છે .પરંતુ ત્યારબાદ તેની કમિટીની બેઠકમાં સૂચવવામાં આવનારા વેરા નાબૂદ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. મળતી માહિતી મુજબ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને જામનગર મહાપાલીકાનું નવું બજેટ ફુલ ગુલાબી રહેશે.
જામનગર મહાનગરપાલિકાના નવા અંદાજપત્રમાં રુા. ૬૦૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ઉપરાંત લાલપુર બાયપાસ પાસે ઓવરબ્રિજ રુા. ૬૫ કરવાના ખર્ચે ઓવરબ્રિજ અને હાપા ખાતે કામગીરી પણ ધ્યાનમાં લેવામાં આવશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લાંબામાં લાંબા ફ્લાવર બ્રિજની પણ ચર્ચા કરવામાં આવશે. આ બજેટમાં વર્ષોથી લટકતો પ્રશ્ન એટલે કે પોલીસ હેડ ક્વાટર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાની વાત છે ઉપરાંત મહાપ્રભુજીની બેઠક પાસે અદ્યતન ડાઉનલોડ બનાવવાની વાત પણ માત્ર કાગળ ઉપર રહી છે એ આ વખતે ધ્યાનમાં લાવવામાં આવે છે કે નહીં તે પણ સૂચક છે.
આ બજેટમાં સુચિત કર અને દરમાં ખાસ વધારો કરવામાં નહીં આવે પરંતુ જામનગર મહાનગરપાલિકાની આવક વધે તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે તેમ જાણવા મળે છે જામનગર મહાનગરપાલિકાના નવા બજેટમાં મોંઘેરીલાલના જેવું બજેટ હશે તેમ પણ જાણવા મળે છે કોર્પોરેશનના બજેટમાં અન્ય કોઈ ખાસ વેરો લોકો ઉપર ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે ગયા વર્ષે રુા. ૧૦૦૦ કરોડથી વધુ રકમનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યુ હતું. અને આ વખતે ગયા વર્ષ કરતાં પણ વધુ રકમનો અંદાજપત્ર રજૂ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. જોકે જામનગર મહાનગરનો વિકાસ કરવાનો છે ત્યારે થોડા ઘણા કરવેરા નાખવામાં પણ આવે પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને શાસક પક્ષના નેતાઓ આ કોઈપણ પ્રકારના વેરાન નાખવા ઈચ્છતું નથી તેવું પણ જાણવા મળે છે એકંદરે આ બજેટ ફુલ ગુલાબી રહેશે અને ખાસ કોઈ લોકો પર વધુ કરબોજ ના પડે એનું પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. હાલ તો તા.ર ફેબ્રુઆરીના રોજ જામનગર મહાપાલિકાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે. અને જેમાં કમિશનરે સૂચવેલા કર અને દરમાં શાસક પક્ષના નેતાઓ કેટલો વધારો કરે છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવશે અને ખાસ કરીને આ ચૂંટણીલક્ષી બજેટ ઉપર લોકોની ખાસ નજર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech