રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરના જામનગર રોડ ઉપરનો ૫૦ વર્ષથી વધુ જુનો સાંઢીયો પુલ તોડી તેના સ્થાને નવો ફોર લેન ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે, દરમિયાન હાલ સાંઢીયો પુલ તોડવાની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત બ્રિજનો રેલવે ટ્રેકની બરાબર ઉપરનો મધ્ય હિસ્સો ડાયમડં કટરથી તોડવાનું ચાલુ છે, દરમિયાન આજની સ્થિતિએ જુના પુલનો ૭૦ ટકા હિસ્સો તોડી પડાયો છે અને હવે બાકી રહેતો ૩૦ ટકા હિસ્સો તોડવામાં મહાપાલિકા તંત્રને હજુ ૩૦ દિવસ લાગશે.
પ્રોજેકટ ઇન્ચાર્જ મ્યુનિ. સિટી એન્જીનિયર રાવલએ જણાવ્યું હતું કે યારે કોઈ ટ્રેન પસાર થવાની ન હોય તેવો સમય રેલવે તત્રં દ્રારા ફાળવવામાં આવે તે સમયે જ ડિમોલિશન થઇ શકતું હોય કામગીરી તે મુજબ ચાલી રહી છે, વિલબં થવાનું અન્ય કોઇ કારણ નથી.
સાંઢીયા પુલના સ્થાને નિર્માણ થનારા ફોર લેન બ્રિજની કુલ લંબાઇ ૬૦૨.૯૦ મીટર તથા કુલ પહોળાઇ ૧૬.૪૦ મીટર થશે. જેમા બન્ને તરફ ૭.૫૦ મીટર પહોળાઇના કેરેજ વે બનશે અને સેન્ટ્રલ મિડિયમની પહોળાઇ ૦.૫૦ મીટર રહેશે. નવા બ્રિજ નિર્માણનો કુલ ખર્ચ .૭૫ કરોડથી વધુ થશે. સાંઢિયો પુલ તોડવાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી હોય આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર કાળજાળ થયા હતા અને કામની ઝડપ વધારવા માટે ઇજનેરોને આદેશ કર્યેા હતો, દરમિયાન સ્ટેન્ડિંગ ચેરમેનની સાઇટ વિઝીટ વેળાએ સ્થળ ઉપર ઉપસ્થિત રહેલા કોન્ટ્રાકટર એજન્સીના સ્ટાફને પણ સ્ટાફ તેમજ કામની ઝડપ વધારવા માટે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્રારા તાકીદ કરાઇ હતી ત્યારબાદ કામની ઝડપ વધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોકત વિસ્તારમાં સાંઢીયા પુલના કામે ભોમેશ્વર ફાટકથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હોય ભોમેશ્વરથી બજરંગવાડી તરફના વિસ્તારમાં પિક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકો તેમજ વિસ્તારવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠા છે, હજુ આ બ્રિજ પ્રોજેકટનું નિર્માણ કાર્ય શ થયું છે ત્યારે પ્રોજેકટ સમયસર ચાલશે તો પૂર્ણ થતા ૧૮ મહિના લાગશે અને અન્ય બ્રિજ પ્રોજેકટની જેમ વિલંબિત થશે તો વધુ સમય લાગશે આવા સંજોગોમાં ટ્રાફિક સમસ્યા વધુ વકરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech