સિવિલ હોસ્પિટલમાં કેટલાક કેસમાં દર્દીઓનું મૃત્યુ થયા બાદ પરિવાર દ્રારા તબીબી બેદરકારીનો આક્ષેપ કરતા હોવાનું અવાર–નવાર જોવા મળે છે, પરંતુ સાચી હકીકત પોસ્ટ મોટમ રિપોર્ટમાં સામે આવતી હોય છે. બે દિવસ પહેલા વોર્ડ નં–૧૧માં સારવારમાં રહેલા પ્રૌઢાને રજા આપ્યા બાદ નીચે ગ્રાઉન્ડ લોરમાં પહોંચતા જ બેભાન થઇ જતા મોત નિપજયાના બનાવમાં મૃતકના પતિએ તબીબી સારવાર અંગેના આક્ષેપ કરી કેટલીક શંકા વ્યકિત કરી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રૌઢાનું હદયરોગના હત્પમલાથી મોત થયાનું ખુલતા વોર્ડના તબીબોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
આ કેસની વિગત એવી છે કે, ગત તા.૩ના મવડીમાં બાપાસીતારામ ચોક નજીક જસરાજનગર–૧માં રહેતા નયનાબેન કિશોરભાઈ દવે (ઉ.વ.૬૨)ના વૃધ્ધાને છાતીમાં અને વાસામાં દુ:ખાવો થતા રાત્રીના સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. ત્યાં ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક તપાસણી કરી મેડિસિન વોર્ડ નં–૧૧માં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર આપ્યા બાદ સાં થઇ જવાથી સવારે ફરજ પરના તબીબે પતિ કિશોરભાઈને કહ્યું હતું કે હવે તમારા પત્નીને સાં છે, ઘરે લઇ જાવ અને સેવા કરો, નીચે ઓપીડીમાંથી દવા લેતા જજો આમ કહેતા કિશોરભાઈ સ્ટ્રેચર લઇને ઉપરથી નીચે આવ્યા હતા નીચે પહોંચતા રીક્ષા બોલાવી હોઈ પત્નીને જગાડતા પત્ની જાગતા ન હોવાથી ગભરાય ગયા હતા અને તરત ઇમરજન્સી વોર્ડમાં લઇ ગયા હતા ત્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કર્યા હતા.
મૃતકના પતિ કિશોરભાઈએ આક્ષેપ કર્યેા હતો કે, સવારે રજા આપવાની છે તેમ કોઈ વાત ડોકટરે કરી નહતી અને સાં છે ઘરે લઇ જાવ તેમ કહી દીધું હતું.
હત્પં નીચે લાવ્યો એટલી વારમાં જ બેભાન થઇ ગયા હતા કે પહેલાથી હતા તેની પણ મને શંકા છે. આક્ષેપોના પગલે એમએલસી કેસ થતા પોલીસે પીએમ કરાવ્યું હતું. જેનો રિપોર્ટ આવી જતા પ્રૌઢાનું મોત હાર્ટ એટેકથી થયાનું ખુલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
December 23, 2024 11:29 AMજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech