અન્ય સમુદાયના લોકો સાથે વાત કરવી પડી મોંઘી...પાડોશીએ યુવકનની ઢોર માર મારી કરી હત્યા 

  • January 03, 2023 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુપીના બરેલીમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. વાસ્તવમાં, અહીં પડોશીઓએ અન્ય સમુદાયના મિત્રો સાથે વાત કરવાના આરોપમાં એક વ્યક્તિને માર માર્યો અને તેના 20 વર્ષના પુત્રને ઘાયલ કર્યો. ભરતકામનું કામ કરતો શાહરૂખ શેખ તેના મિત્રો સાથે વાત કરતો હતો ત્યારે તેના પર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો.


જ્યારે શાહરૂખના પિતા મોહમ્મદ સરતાજે તેના પુત્રને છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ત્યાં સુધી માર મારવામાં આવ્યો જ્યાં સુધી તે બેહોશ થઈ ગયો અને બાદમાં તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. શાહરૂખે કહ્યું, હું મારા ઘરની બહાર બે મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. આના પર મારા પાડોશીઓ રાશિદ ખાન અને આશુ ખાન, ફય્યામ અને ફાઝીલે અમને કોઈ કારણ વગર માર મારવાનું શરૂ કર્યું. કોઈક રીતે મારા મિત્રો ભાગવામાં સફળ રહ્યા. જ્યારે મારા પિતા મને બચાવવા આવ્યા તો તેમને પણ હોકી સ્ટિક વડે માર મારવામાં આવ્યો.


શું છે સમગ્ર મામલો?

​​​​​​​હુમલાખોરોએ કહ્યું કે તેનો ભાઈ અન્ય સમુદાયના લોકો સાથે કામ કરે છે અને તેઓ અવારનવાર તેના ઘરે આવે છે. શાહરૂખના મોટા ભાઈ દાઉદે કહ્યું, "મારા પરિવારે ક્યારેય અન્ય સમુદાયના લોકો આવવા સામે વાંધો ઉઠાવ્યો ન હતો, પરંતુ અમારા પાડોશી રાશિદે અમને ધમકી આપી હતી કે જો અમે તેની સાથે સંબંધ નહીં તોડીએ તો પરિણામ ભોગવવા પડશે." અમે આરોપીઓ સામે કડક કાર્યવાહી ઈચ્છીએ છીએ.

બારાદરી પોલીસ સ્ટેશનના એસએચઓ અભિષેક કુમારે જણાવ્યું કે, અમે ચાર લોકો વિરુદ્ધ FIR નોંધી છે. અમે સાક્ષીઓના નિવેદન પણ નોંધ્યા છે. હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application