શહેરમાં છેલ્લ ા એક સાહથી હાહાકાર મચાવનાર ગેમઝોન અિકાંડમાં રોજ કંઈક ને કંઈક નવી વિગતો ખુલતી જાય છે. પોલીસ દ્રારા લાઈસન્સ ઈસ્યુ કરાયું હતું અને તેમાં ઘણી ખરી બેદરકારીઓ રહી હોવાની વાતો બહાર આવી રહી છે. જે બાબતે પોલીસ દ્રારા એવી સ્પષ્ટ્રતા થઈ રહી છે કે, પોલીસે ઈસ્યુ કરેલું લાઈસન્સ માત્ર ટીકીટોના નકકી કરાયેલા દર મુજબ જ ભાવ લેવાય અને કાળા બજાર ન થાય તે પુરતું જ સીમીત હતું. આ પરવાનામાં અંદર બાંધકામ શું હતું કેવું હતું કેટલું હતું ? ફાયર એનઓસી સહિતની બાબતે જે તે સંલ વિભાગની જવાબદારી બની રહે અને આ મુદ્દે લાઈસન્સ ઈસ્યુ કરતી વેળાએ સંબંધીત ડીપાર્ટમેન્ટને પણ લેખીત જાણ કરવામાં આવી હતી.
ગત શનિવારે અિકાંડ થયા બાદ સોમવારના રોજ ૨૦૨૩ના સમયે પોલીસ પરવાનાનો અભિપ્રાય આપનાર એ સમયના તાલુકા પોલીસ મથકના પીઆઈ વી.આર.પટેલ અને લાઈસન્સ ઈસ્યુ કરનાર પીઆઈ એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરીને નજર કેદ જેવી અવસ્થામાં ક્રાઈમ બ્રાંચમાં રાખવામાં આવ્યા છે. બે દિવસથી અન્ય બે પુર્વ પીઆઈ જે.વી.ધોળા તથા વી.એસ.વણઝારાને પણ પુછપરછ અને નિવેદન માટે બેસાડવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓ સામે તવાઈ ઉતરશે તેવી વાતો પણ હવે વહેતી થઈ છે. ત્યારે રાજકોટ શહેર પોલીસના આ ઈસ્યુ કરાયેલા લાઈસન્સની અંદર શું છે ? તે વિગતો જાણકાર પોલીસ અધિકારી વર્તુળ પાસે જાણવા મળી છે.
ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી દ્રારા ૨૦૨૧માં ટીકીટના નકકી કરાયેલા દર સાથે ટીકીટ વેચણી માટે પોલીસ લાઈસન્સ માગવામાં આવ્યું હતું તે સમયે પીઆઈ ધોળા દ્રારા સ્થળ તપાસમાં ખાલી પ્લોટ હતો તે મુજબનો અભિપ્રાય આપ્યો હતો અને આ અભિપ્રાય પર જીપી એકટ ૩૩એકસ મુજબ માત્ર ટીકીટ વેચાણની પરમીશનનું લાઈસન્સ ઈસ્યુ કરવામાં આવ્યું હતું અને આ લાઈસન્સ સમયાંતરે જે તે અધિકારી દ્રારા રીન્યુ કરવામાં આવતું હતું. લાઈસન્સ અપાયું ત્યારે મહાપાલિકાના ફાયર બ્રિગેડ અને સંલ અન્ય તંત્રને પણ નકલ સાથે જાણ કરવામાં આવી હતી.
જે લાઈસન્સ જે કલમ હેઠળ અપાયું તેમાં પોલીસની ભુમીકા નકકી કરાયેલા દરથી વધુ નાણા વસુલવામાં ન આવે એટલે કે, ટીકીટના કાળાબજાર ન થાય તે જોવાની જવાબદારી રહે છે. લાઈસન્સની અરજી સમયે અિશામક સાધનો હોવાના બીલ પણ જોડાયેલા હતા. પોલીસે ગેમઝોનમાં બાંધકામ કાયદેસર છે કે નહીં ? તે જોવાની જવાબદારી હોતી નથી આ માટે મહાપાલિકા અને ફાયર બ્રિગેડ તથા માર્ગ મકાન વિભાગની મુળભુત જવાબદારી હોય છે તેવું કાયદાકીય વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech