બગસરા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયા હતા. ગઈકાલના રોજ રાત્રિના સમય દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ભયંકર ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને ગરમીમાં આંશિક રાહત થયેલ હતી. યારે સવારમાં ફરી ભયંકર ગરમીનો સામનો કરતા બપોરના સમય દરમિયાન ફરી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ પડતાની સાથે જ જગતનો તાત તેમજ લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અને મુરજાયેલ મોલાદ ઉપર વરસાદ પડતાની સાથે જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. સત્તાવાર આંકડા પ્રમાણે બે ઈંચ જેટલો વરસાદ નોંધાતા અનેક નદીનાળાઓ ફરી પાછા છલકાઈ ગયા હતા. તેમજ સાતલડી નદી મા આવેલ ચેક ડેમ પણ ફરી ઓવરલો થયો હતો. જાણવા મળતી વિગત અનુસાર બગસરા તેમજ બગસરા પંથકના મુંજીયાસર, માણેકવાડા, શાપર, લુંઘીયા, ભાડેર, જેવા ગામોમાં પણ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech