કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે સાંજે ૬–૧૫ કલાકે રાજકોટ આવી પહોંચશે અને નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપશે. આ વેળાએ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા સતત તેમની સાથે રહેશે. દરમિયાન હાલ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે અનેક દાવેદારો વચ્ચે ચાલતી તીવ્ર સ્પર્ધા અને લોબિંગ વચ્ચે અમુક દાવેદારો તેમજ અસંતુષ્ટ્ર જૂથના આગેવાનો તેમને મળવા ઉત્સુક છે પરંતુ આજનું તેમનું પ્રકારનું શેડયૂલ છે તે જોતા તેઓ કોઇને મળે, સાંભળે કે મિટિંગ યોજે તેવી શકયતા નહીંવત હોવાનું જાણવા મળે છે.
જળ શકિત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાંજે ૬–૧૫ કલાકે રાજકોટ એરપોર્ટ આવી પહોંચશે, ૬–૨૦ કલાકે એરપોર્ટથી શહેરમાં આવવા રવાના થશે, ૬–૩૫ કલાકે પરસાણા ચોક ખાતે યુનિટી ફાઉન્ડેશન આયોજિત સમૂહ લોત્સવમાં હાજરી આપશે તેમજ ત્યાં આગળ જ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને ચેકડેમ ઉંડા કરવાની જળસંચય પ્રવૃત્તિ માટે ભેટ મળેલા હિટાચી મશીનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ સમૂહ લ સ્થળેથી જ ૯ કલાકે એરપોર્ટ જવા રવાના થશે.
રાજકોટ શહેર પ્રમુખ પદ કે જિલ્લા પ્રમુખ પદ અંગે અસંતુષ્ટ્રોને સાંભળે કે મિટિંગ કરે તેવી શકયતા નહીંવત છે, કાર્યાલયની મુલાકાત પણ લેનાર નહીં હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો મહાકુંભના મૌની બાબાને: 41 વર્ષથી મૌન, ફક્ત ચા પર જીવન, IAS-IPS માટે મફત કોચિંગ આપે છે
January 11, 2025 05:01 PMહાઈકોર્ટે BCCIને મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું ચુકવવા લગાવી ફટકાર
January 11, 2025 03:58 PMકન્નૌજમાં રેલવે સ્ટેશનનું લિન્ટર ધરાશાયી, કાટમાળ હેઠળ 35 લોકો દટાયા, ત્રણના મોત, મોતનો આંકડો વધી શકે
January 11, 2025 03:52 PMમહાવિકાસ અઘાડીમાં તિરાડ! ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતૃત્વમાં BMC ચૂંટણી એકલા હાથે લડશે
January 11, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech