મેલીવિધા કે જાદુ ટોણાના નામ પર મહિલાઓને હેરાન કરવાના મામલા પર સુપ્રીમેએ નારાજગી વ્યકત કરી આવા કારસ્તાનને બંધારણીય ભાવના પર ડાઘ સમાન ગણાવ્યા હતા અને મેલીવિધાના નામે મહિલાઓના કપડાં ઉતારવા અને હેરાન કરવાના આરોપમાં આરોપી સામેની કાર્યવાહી પર સ્ટે મૂકવાના આદેશને સુપ્રીમ કોર્ટે વખોડી કાઢો હતો.
જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચે આ કેસને હેરાન કરનારા તથ્યો પર આધારિત ગણાવ્યો હતો. ખંડપીઠે કહ્યું કે જો કોઈ વ્યકિતની ગરિમા સાથે ચેડા કરવામાં આવે છે, તો તેના માનવ અધિકારો જોખમાય છે.
મેલીવિધાને લગતા કેસોમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો ના ડેટાનો ઉલ્લેખ કરતા બેન્ચે કહ્યું કે દરેક કેસ બંધારણીય ભાવના પર ડાઘ છે. તેમને કહ્યું, મેલીવિધા, જેમાંથી એક પીડિતા પર આરોપ મૂકવામાં આવ્યો હતો, તે ચોક્કસપણે એક પ્રથા છે જેને ટાળવી જોઈએ. આવા આરોપોનો લાંબો ઇતિહાસ છે અને જેઓ કથિત આરોપી છે તેમના માટે ઘણીવાર દુ:ખદ પરિણામો તરફ દોરી જાય છે. બેન્ચે કહ્યું, 'મેલીવિધા અંધશ્રદ્ધા, પિતૃસત્તા અને સામાજિક નિયંત્રણ સાથે ઐંડો સંબધં ધરાવે છે. તેથી, તે આશ્ચર્યજનક નથી કે આવા આક્ષેપો ઘણીવાર ક્રીઓ પર કરવામાં આવ્યા હતા જેઓ કાં તો વિધવા અથવા વૃદ્ધ છે.
સમગ્ર મામલો શું છે
માર્ચ ૨૦૨૦ માં, બિહારના ચંપારણ જિલ્લામાં ૧૩ લોકોએ એક વૃદ્ધ મહિલા પર મેલીવિધાનો આરોપ લગાવીને હુમલો કર્યેા હતો. આ સમય દરમિયાન, આરોપીઓએ ડાકણની સાડી ફાડી નાખી અને કહ્યું કે તેઓ તેને નષ્ટ કરી દેશે અને તેની આસપાસ ફરશે. આરોપીઓએ દરમિયાનગીરી કરવા આવેલી અન્ય એક મહિલા પર પણ હુમલો કર્યેા હતો. આ કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાંથી મેજિસ્ટ્રેટે સંજ્ઞાન લીધું હતું. જો કે, આરોપીઓએ કરેલી અરજીને ફગાવી દેતાં હાઇકોર્ટે કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો.
પટના હાઈકોર્ટે પ્રતિબધં મૂકયો હતો
ખંડપીઠે કહ્યું કે બિહારના ચંપારણ જિલ્લામાં ૧૩ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે માત્ર લખપતિ દેવી વિદ્ધ જ ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે ૧૬મી જુલાઈ, ૨૦૨૨ના રોજ એફઆઈઆરમાં લખપતિ અને અન્ય લોકો સામે સંજ્ઞાન લીધું હતું. આરોપીઓએ તેમની સામે દાખલ કરાયેલા કેસને રદ કરવાની વિનંતી સાથે પટના હાઈકોર્ટનો સંપર્ક કર્યેા હતો. ૪ જુલાઈના રોજ હાઈકોર્ટે આરોપીઓ સામેની નીચલી કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો હતો.
'આ પીડિતાની ગરિમાનું અપમાન છે'
હાઈકોર્ટ દ્રારા પસાર કરાયેલા સ્ટે ઓર્ડરથી નારાજ થઈને, ફરિયાદીએ સર્વેાચ્ચ અદાલતનો સંપર્ક કર્યેા, જેને ૨૬ નવેમ્બરે જાણ કરવામાં આવી હતી કે આ આદેશને રદ કરવાની માંગ કરતી અરજી ૨૨ નવેમ્બરે પાછી ખેંચી લેવામાં આવી છે. સુપ્રીમે કહ્યું કે એફઆઈઆર જણાવે છે કે પીડિતા પર જાહેરમાં હત્પમલો અને દુવ્ર્યવહાર કરવામાં આવ્યો હતો, જે નિ:શંકપણે તેની ગરિમાનું અપમાન હતું. તેણે પીડિતા સામે 'અન્ય કેટલાક કૃત્યો'ની પણ નોંધ લીધી, જેણે તેના અંતરાત્માને આંચકો આપ્યો કારણ કે આવા કૃત્યો ૨૧મી સદીમાં થઈ રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બન્યું, જાણો શું કામ એવોર્ડ મળ્યો?
December 20, 2024 04:53 PMક્યારેક કાશી, ક્યારેક અયોધ્યા, ક્યારેક સંભલ... દરેક સમયે હિંદુ મંદિરો તોડવામાં આવ્યાઃ સીએમ યોગી
December 20, 2024 04:50 PMજામનગર બાર એસોસિએશનમાં આજે સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા
December 20, 2024 04:34 PMરેલનગર,લક્ષ્મીનગર અને રામનગર સહિત ૧૨ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારી
December 20, 2024 04:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech