રાજયની શાળાઓમાં પાઠપુસ્તક ખરીદવાથી લઈને ગણવેશ ખરીદવા માટે થઈને શાળા દ્રારા નિર્ધારિત સ્ટોર પર ફોર્સ કરી શકાશે નહીં ત્યારબાદ હવે રાજય સરકાર ઈનહાઉસ મેડિકલ સ્ટોર પર તવાય લાવી છે.
પહેલા તમે જે ડોકટરને બતાવવા જતા હતા અને તેની હોસ્પિટલમાં જે મેડિકલ સ્ટોર હોય તેમાંથી જ તમને દવા મળતી હતી અને હવે શાંતિ એ વાતની રહેશે કે હોસ્પિટલની મેડિકલથી દવા ખરીદવી હવે ફરજિયાત નહી રહે જેને લઈ રાયના ફડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા પરિપત્ર કરાયો છે.
ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડો.એચ.જી.કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાયમાં આવેલ હોસ્પિટલો દ્રારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે. જેથી જાહેર જનતાના હિતમાં તત્રં દ્રારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોને –આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેડિકલ સ્ટોર્સના જે ફાર્માસીસ્ટના નામે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે તેની જગ્યાએ અન્ય વ્યકિત જ મેડિકલ ચલાવતા હોવાનું રાયના લગભગ મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવે તો ખુલી શકે છે. એટલું જ નહીં પણ મેડિકલ સ્ટોર્સમાં માત્ર અનુભવના આધારે માણસો રાખી દર્દીઓને આપવાની દવા કાઢી આપવામાં આવે છે. એ પણ માનવ જિંદગી માટે જોખમી છે. આ મુદ્દે પણ કમિશનર દ્રારા નિયમોની અમલવારી કરાવવા રાય વ્યાપી ચેકીંગ હાથ ધરવા માટે તાંબાના વિભાગને સૂચના આપે એ પણ જરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech