તાપમાન 19.8 ડીગ્રી: બે દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો શરૂ થશે
છેલ્લા બે અઠવાડીયાથી જામનગર શહેર-જિલ્લામાં ઠંડીની ભારે અસર જોવા મળી છે પરંતુ ગઇકાલે 35 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયા બાદ લઘુતમ તાપમાનમાં વધારો થયો હતો અને તાપમાન 19.8 ડીગ્રીએ પહોંચી ગયું છે, જો કે ગઇકાલે સાંજે ઠંડા પવન બાદ ટાઢક જોવા મળી હતી, હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ સુધી ઠંડી ઘટશે અને ત્યારબાદ ફરીથી કાતીલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 19.8 ડીગ્રી, મહત્તમ તાપમાન 29.5 ડીગ્રી, હવામાં ભેજ 59 ટકા અને પવનની ગતિ 30 થી 35 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. હજુ તો શિયાળાની શઆત છે, આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે, આમ ઠંડી ઘટતા લોકોને થોડી રાહત થઇ છે.
ઠંડી શ થઇ ગઇ હોવા છતાં પણ રોગચાળો હજુ પણ પુરબહારમાં જોવા મળે છે, તાવ, શરદી, ઉધરસનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે તેમ હવામાન ખાતું કહે છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે હજુ તાપણા કરી શકાય તે પ્રકારની ઠંડી જોવા મળી નથી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હવે ઠંડીનું પ્રમાણ વધશે.
બે દિવસ બાદ ફરીથી ઠંડીનો નવો દૌર શ થઇ જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, હાલ લગ્નની સિઝન હોય કેટલાક શહેરોમાં ઠંડીને કારણે લગ્નગાળા ઉપર પણ અસર પડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech