BREAKING NEWS

દક્ષિણ લેબનાનમાં ઈઝરાયેલનો બોમ્બમારો: 3 પત્રકારોના મોત

  • March 28, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ લેબનાનમાં ઈઝરાયેલની સેના (IDF) દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ત્રણ લેબનાની પત્રકારોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ આ પત્રકારો ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે તેમના મીડિયા વાહનને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું.


કોણ છે મૃતક પત્રકારો?
આ હુમલામાં જે ત્રણ લોકોના મોત થયા છે તેમાં બે પુરુષ અને એક મહિલા પત્રકારનો સમાવેશ થાય છે. હિઝબુલ્લાહના 'અલ-મનાર ટીવી' ના લાંબા સમયથી સંવાદદાતા. તેમણે છેલ્લા ત્રણ દાયકાથી દક્ષિણ લેબનાનમાં યુદ્ધ કવરેજ કર્યું હતું. હિઝબુલ્લાહ સમર્થિત 'અલ-મયાદીન ચેનલ' ની પત્રકાર. હુમલાના થોડા સમય પહેલા જ તે દક્ષિણ લેબનાનથી લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી. ફાતિમાના ભાઈ, જેઓ પોતે પણ પત્રકાર હતા, તેમનું પણ આ હુમલામાં મોત થયું છે.


ઈઝરાયેલી સેનાનો ચોંકાવનારો દાવો
હુમલા બાદ ઈઝરાયેલી સેના (IDF) એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પત્રકાર અલી શોએબ પર ગંભીર આરોપો લગાવ્યા છે. IDF એ દાવો કર્યો છે કે અલી શોએબ પત્રકારના વેશમાં હિઝબુલ્લાહની 'રાદવાન ફોર્સ' નો આતંકવાદી હતો. સેનાએ જણાવ્યું કે, "તેની પ્રેસ જેકેટ માત્ર આતંકવાદનો એક મહોરું હતું." જોકે, ઈઝરાયેલે આ દાવા અંગે હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
​​​​​​​


​​​​​​​લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ ઔને આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે આ ઘટનાને 'જઘન્ય અપરાધ' ગણાવતા કહ્યું કે, સત્યને દબાવવા માટે પત્રકારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લેબનાની સત્તાવાળાઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News