મધ્ય પૂર્વમાં હાલમાં તણાવ ચરમ પર છે. યુદ્ધવિરામ માટે અમેરિકાના તમામ પ્રયાસો વચ્ચે ઈઝરાયેલ અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે. એક તરફ ગાઝામાં હમાસ સાથે અને બીજી તરફ લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરના ઘટનાક્રમમાં હિઝબુલ્લાએ બુધવારે ઇઝરાયેલ પર મોટા હત્પમલાઓ કર્યા. જેમાં ઇઝરાયેલ તરફ ૫૦થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા, આ હત્પમલામાં હજારો ઘર બરબાદ થયા હતા. સાયરનના અવાજથી લોકો ભયભીત છે.
હિઝબુલ્લાએ ઇઝરાયેલના બે મોટા શહેરો, કેટઝરીન અને ગોલાન હાઇટસમાં નાગરિક વસ્તી નજીક રોકેટ હત્પમલા શ કર્યા છે. આઈડીએફનું કહેવું છે કે, આ હત્પમલામાં હજારો પરિવારો અને નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઉનાળાની રજાઓ માટે આ શહેરોમાં આવેલા લોકોને નિશાન બનાવીને હત્પમલા કરવામાં આવી રહ્યા છે. આ પહેલા મંગળવારે ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના બંદર શહેર સિડોનમાં જોરદાર હત્પમલો કર્યેા હતો, જેમાં એક વ્યકિતનું મોત થયું હતું.
આ સિવાય લેબનોનની બેકા ખીણમાં હિઝબુલ્લાહ શક્રોના સંગ્રહસ્થાનો પર રાતોરાત બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલ નિયમિતપણે દક્ષિણ લેબેનોનમાં હિઝબોલ્લાહ લડવૈયાઓ અને રોકેટ લોન્ચ સાઇટસ પર બોમ્બમારો કરે છે. ગત ઓકટોબરમાં સંઘર્ષ શ થયો ત્યારથી લેબનોનમાં ૬૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં ૪૦૦થી વધુ હિઝબોલ્લાહ લડવૈયાઓ અને ૧૩૨ નાગરિકોનો સમાવેશ થાય છે. ગાઝામાં હમાસ વિદ્ધ યુદ્ધ શ થયા બાદ હિઝબુલ્લાહ પણ હત્પમલાઓ કરી રહી છે.હમાસનું કહેવું છે કે, અમેરિકા ઈઝરાયેલના દબાણમાં કામ કરી રહ્યું છે. ઇઝરાયલે પ્રસ્તાવમાં નવી શરતો ઉમેરી છે, જે અમને સ્વીકાર્ય નથી. હકીકતમાં હમાસ મે મહિનામાં રાષ્ટ્ર્રપતિ બિડેન દ્રારા રજૂ કરાયેલા પ્રસ્તાવ વિશે વાત કરવા માંગે છે. હમાસના એક અધિકારી ઓસામા હમદાને જણાવ્યું હતું કે, તેમાં કોઈ શંકા નથી કે દોહાની બેઠક પછી જે રીતે આશાવાદ વાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ મને નથી લાગતું કે તે ગંભીર છે, તેનાથી તદ્દન વિપરીત છે.
બીજી તરફ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધવિરામને લઈને દોહામાં થયેલી બેઠક અનિર્ણિત રહી ગયા બાદ ફરી એકવાર પ્રયાસો તેજ થઈ ગયા છે. આ અંગે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને હમાસને આ પ્રસ્તાવ સ્વીકારવા વિનંતી કરી છે. ગત સાહે હમાસે કતારમાં મંત્રણામાં ભાગ લીધો ન હતો. તેથી મંત્રણા કોઈ પરિણામ વિના અટકી ગઈ હતી. આ વખતે પણ હમાસ પર કોઈ અસર નથી. હમાસે ફરી એકવાર અમેરિકન પ્રસ્તાવની નિંદા કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech