ઈઝરાયેલને ગાઝા પર પરમાણુ બોમ્બ ફેંકવાની છૂટ આપવી જોઈએ, અમેરિકાના સાંસદે શા માટે આપ્યું આ નિવેદન ?

  • May 14, 2024 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી સાંસદના નિવેદને સમગ્ર વિશ્વને ચોંકાવ્યું, પરમાણુ બોમ્બને લઈને કહી આ વાત 

અમેરિકાના એક સાંસદે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ઈઝરાયેલને ગાજા પર પરમાણુ બોમ્બ વડે હુમલા કરવાની પરવાનગી મળવી જોઈએ. અમેરિકી સાંસદે અમેરિકા દ્વારા જાપાનને નાગાસાકી અને હિરોશિમા પર પરમાણુ બોમ્બ નાખવા પર બચાવ કર્યો અને કહ્યું કે, તે એક સાચો નિર્ણય હતો. અમેરિકી સાંસદે કહ્યું કે, ઈઝરાયેલને એક યહૂદી દેશ તરીકે પોતાને બચાવવા માટે તે બધુ કરવું જોઈએ જે તે કરવા ઈચ્છે છે. 

અમેરિકી સાંસદના નિવેદને વિશ્વને ચોંકાવ્યું
અમેરિકાના રિપબ્લિકન સીનેટર લિંડસે ગ્રાહમ ઈઝરાયેલના કટ્ટર સમર્થન માનવામાં આવે છે. તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડનના તે નિર્ણયની આલોચના કરી, જેમાં તેમણે ઈઝરાયેલને મોકલવામાં આવનાર 3 હજાર બોમ્બની ડિલીવરી રોકી દીધી છે. એક મીડિયા ચેનલને ઈન્ટરવ્યૂ આપતા લિંડસે ગ્રાહમે કહ્યું કે, જ્યારે અમે એક દેશ તરીકે જર્મની અને જાપાન સાથેની લડાઈમાં પર્લ હાર્બરની તબાહી જોઈ, તો અમે આ લડાઈ ખતમ કરવા માટે જાપાનના નાગાસાકી અને હિરોશિમા પર પરમાણુ  બોમ્બ નાખવાનો નિર્ણય કર્યો અને તે એક સાચો નિર્ણય હતો. તેમણે કહ્યું કે, ઈઝરાયેલને પણ ગાઝામાં ચાલી રહેલ લડાઈને ખતમ કરવા માટે પરમાણુ બોમ્બ આપવા જોઈએ. તેઓ આ લડાઈમાં હારી શકે નહીં. 

અમેરિકા દ્વારા જાપાન પર પરમાણુ બોમ્બ નાખવાના નિર્ણયનું પણ કર્યું સમર્થન 
લિંડસે ગ્રાહમે કહ્યું કે, અમેરિકા માટે હિરોશિમા અને નાગાસાકી પર બે પરમાણુ બોમ્બ નાખવા કેટલા યોગ્ય હતા ? એટલા માટે ઈઝરાયેલે પણ એ બધુ કરવુ જોઈએ, જેનાથી તે એક યહૂદી દેશ તરીકે બચેલુ રહે. તેમણે કહ્યું કે, ગાઝામાં નાગરિકોના મોત માટે હમાસને જવાબદાર ગણાવવા જોઈએ કારણ કે, હમાસે જ સામાન્ય નાગરિકોને ઢાલ તરીકે ઉપયોગ કર્યો. ગ્રાહમે કહ્યું કે, મને લાગે છે કે, ગાઝામાં સામાન્ય નાગરિકના મોત ઘટાડવા ત્યાં સુધી સંભવ નથી, જ્યાં સુધી હમાસ પોતાની જ જનસંખ્યાને ઢાલની જેમ ઉપયોગ કરતા રહેશે. મેં ઈતિહાસમાં ક્યારેય પણ આવી લડાઈ જોઈ નથી, જ્યાં સામાન્ય નાગરિકોના જીવને જોખમમાં નાખવામાં આવ્યા હોય. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application