ઇઝરાયેલે હમાસને ૨ મહિનાના યુધ્ધ વિરામનો પ્રસ્તાવ મોકલ્યો

  • January 23, 2024 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ લોહિયાળ યુદ્ધ હવે થોડા દિવસો માટે બધં થઈ શકે છે. ઈઝરાયેલે હમાસને એક પ્રસ્તાવ મોકલ્યો છે જેમાં તેને ૨ મહિના માટે યુદ્ધ રોકવાની વાત કહેવામાં આવી છે. આ પ્રસ્તાવ કતાર અને ઈજિ દ્રારા મોકલવામાં આવ્યો હતો, જેઓ આ લડાઈમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ ડીલમાં એક શરત રાખવામાં આવી છે કે ગાઝામાં બંધક બનાવવામાં આવેલા તમામ લોકોને મુકત કરવામાં આવશે. ઈઝરાયેલના સંરક્ષણ વિભાગ સાથે જોડાયેલા બે અધિકારીઓએ આ માહિતી આપી છે.

ગાઝામાં હમાસ દ્રારા બંધક બનાવવામાં આવેલા ડઝનેક ઇઝરાયેલના પરિવારો સરકાર પર ઘણું દબાણ લાવી રહ્યા છે. આ લોકો ગઈકાલે ફાઇનાન્સ કમિટીની બેઠક દરમિયાન ઇઝરાયેલની સંસદમાં પ્રવેશ્યા હતા. નારાજ પરિવારના સભ્યોએ કહ્યું, 'યારે બંધકો ત્યાં મરી રહ્યા છે ત્યારે તમે અહીં મીટિંગ કરી શકતા નથી.' અગાઉ રવિવારે રાત્રે, પરિવારના સભ્યોએ તેમનો વિરોધ ચાલુ રાખવા માટે જેસલેમમાં તંબુ નાખ્યા હતા અને યાં સુધી સરકાર કેટલાક બંધકોને મુકત કરવા માટે કોઈ કરાર ન કરે ત્યાં સુધી ત્યાં જ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. બંધકોના સંબંધીઓએ તાજેતરના દિવસોમાં તેમના વિરોધને વધુ તીવ્ર બનાવ્યો છે. તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તેમના પ્રિયજનોને મુકત કરવા માટે વધુ કરે.
ગઈકાલે ઇઝરાયલે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસમાં મોટા પાયે બોમ્બમારો કર્યેા હતો, જેમાં ૫૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application