લેબનોન યુદ્ધ: ઈઝરાયલે 4 દિવસમાં 250 હિઝબુલ્લા લડવૈયાનો કર્યો ખાતમો

  • October 05, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)એ દાવો કર્યો છે કે, ઇઝરાયેલે છેલ્લા ચાર દિવસમાં 2000થી વધુ હિઝબુલ્લાહ સૈન્યના ઠેકાણાઓ નષ્ટ કરી નાખ્યા છે અને લગભગ 250 હિઝબુલ્લા લડવૈયાઓનો ખાતમો કયર્િ છે. આઈડીએફ અનુસાર, હિઝબુલ્લાહ કમાન્ડરોમાં 5 બટાલિયન કમાન્ડર, 10 કંપ્ની કમાન્ડર અને 6 પ્લાટૂન કમાન્ડરનો સમાવેશ થાય છે.
આઈડીએફએ વધુમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલની વાયુસેના દક્ષિણ લેબનોનમાં ગુપ્ત માહિતી આધારિત કામગીરી દરમિયાન પણ આગોતરી હુમલાઓ કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં આઈડીએફએ લખ્યું કે, ગત 4 દિવસમાં આઈડીએફએ 2000થી વધુ સૈન્ય ઠેકાણા નષ્ટ કયર્િ છે. તેમાં 5 બટાલિયન કમાંડર, 10 કંપ્ની કમાંડર અને 6 પ્લાટૂન કમાંડર સામેલછે.
આઈજીએફએ એક અન્ય પોસ્ટમાં લખ્યું કે, દક્ષિણ લેબનોનમાં 24-કલાકના ઓપરેશનની વિગતો: ચોકસાઇથી ગુપ્ત માહિતી-આધારિત દરોડા દરમિયાન, આઈડીએફ સૈનિકોને રહેણાંક મકાનની અંદર રોકેટ લોન્ચર દારૂગોળો, ટેન્ક વિરોધી મિસાઇલો અને રોકેટ મળ્યાં. આ ઉપરાંત ઇમારતો અને ઘરોમાં ડઝનેક શસ્ત્રો મળી આવ્યા હતા જેનો લક્ષ્ય ઇઝરાયેલ ક્ષેત્રનો હતો. હથિયારોમાં એન્ટિ ટેંક મિસાઈલ, અગ્નિ હથિયારો, વિસ્ફોટક ઉપકરણોનો સમાવેશ થાય છે.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે એક અપડેટ શેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ 2 મહિનામાં પ્રથમ વખત, દક્ષિણ ઇઝરાયેલમાં સાયરન વાગી રહ્યા છે. આ ઘટનાક્રમ ઇરાન દ્વારા મંગળવારે ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધમાં સેકડો મિસાઈલો લોન્ચ કરવાના કેટલાક દિવસો બાદ થયો હતો. ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ હુમલાના જવાબમાં પોતાના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.અલ જઝીરા અનુસાર ઈરાને કહ્યું હતું કે, હમાસ, હિઝબુલ્લાહ અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના ટોચના નેતાઓની હત્યાના જવાબમાં ઈઝરાયેલ પર લગભગ 180 બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી. દેશ બે મોરચે યુદ્ધનો સામનો કરી રહ્યો છે, જેમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ દેશના ઉત્તરીય ભાગ પર હુમલો કરી રહ્યું છે અને હમાસ દક્ષિણ સરહદ પર હુમલો કરી રહ્યું છે.
દાયકાઓ જૂનો ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષ લોહિયાળ યુદ્ધમાં ફેરવાઇ ગયો છે. જ્યારે પેલેસ્ટિનિયન હમાસના આતંકવાદીઓ ઇઝરાયેલમાં પ્રવેશ્યા અને 7 ઓક્ટોબર, 2023ના રોજ હુમલો કર્યો હતો. આ હુમલામાં 1,200 લોકો માયર્િ ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઇઝરાયેલે ગાઝા પર હુમલો કરીને બદલો લીધો, જેમાં 41,000 થી વધુ પેલેસ્ટિનિયનો માયર્િ ગયા અને ગાઝાની લગભગ સમગ્ર વસ્તીને વિસ્થાપિત કરી. આ પછી, દુષ્કાળનું સંકટ ઊભું થયું અને ઇઝરાયેલ પર નરસંહારનો આરોપ લાગ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News