ઇઝરાયલ હવે ઈરાન સામે દાવ લેવાના મુડમાં છે,અમેરિકાના ઈરાન પર તાજેતરના હત્પમલાઓ બાદ સ્થિતિ જાણવા ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહએ ટ્રમ્પ સાથે વાત કરી હતી અને ગલ્ફ ક્ષેત્રમાં યુએસ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે ટ્રમ્પે નેતન્યાહને ગલ્ફ ક્ષેત્રમાં યુએસ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. એક યુએસ અધિકારીએ પણ વાતચીતની પુષ્ટ્રિ કરી હતી પરંતુ વધુ વિગતો આપી ન હતી. નેતન્યાહ અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત ઇરાન પર અમેરિકાના તાજેતરના મોટા પાયે હત્પમલાઓ વચ્ચે થઈ છે.દરમિયાન, ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહ, સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝ અને આઈડીએફ ચીફ લેટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે યુએસ હત્પમલા પછી જણાવ્યું હતું કે જો તણાવ વધશે તો ઇઝરાયલ ઇરાન સાથે કોઈપણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેશે.
નવી યોજનાઓની તૈયારી ચાલી રહી હોવાની પુષ્ટ્રી
ઇઝરાયલી વાયુસેનાના પાઇલટસના પદવીદાન સમારોહમાં બોલતા, ઝમીરે કહ્યું,નવી યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. આગળ મોટા ઓપરેશનની અપેક્ષા છે. તૈયાર રહો. નેતન્યાહ, કાત્ઝ અને ઇઝરાયલી રાષ્ટ્ર્રપતિના લાંબા ભાષણોને કારણે ઝમીરે પોતાનું ભાષણ ટૂંકું કયુ, પરંતુ ઇઝરાયલી મીડિયા અનુસાર, તેઓ કહેવાના હતા કે સેંકડો વાયુસેનાના ફાઇટર જેટ તાત્કાલિક ઉડાન માટે તૈયાર છે. હાલમાં પણ, અમે ઈરાન અને લેબનોનમાં વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને તાત્કાલિક કાર્યવાહી માટે ઉચ્ચ ચેતવણી પર છીએ. દરમિયાન, વડા પ્રધાન નેતન્યાહએ તેમના ભાષણ દરમિયાન પુનરોચ્ચાર કર્યેા કે ઈરાન પાસે કરાર હોય કે ન હોય, પરમાણુ શક્રો રહેશે નહીં.નેતન્યાહએ નામ લીધા વિના, યુએસ રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પ દ્રારા તુર્કીને એફ–૩૫ ફાઇટર જેટના વેચાણનો પણ ઉલ્લેખ કર્યેા. તુર્કીના રાષ્ટ્ર્રપતિ એર્ડેાગન ઇઝરાયલના સૌથી વધુ સ્પષ્ટ્ર ટીકાકારોમાંના એક છે. નેતન્યાહએ કહ્યું, યુદ્ધ હજુ પૂં થયું નથી. જૂના પડકારોની સાથે, નવા પણ ઉભરી રહ્યા છે. જૂના જોડાણો તૂટે છે અને નવા બને છે. અમે દરેક પરિસ્થિતિ માટે તૈયારી કરી રહ્યા છીએ. અમે એક વાત જાણીએ છીએ: આપણે હંમેશા અમારા દુશ્મનો કરતાં વધુ મજબૂત રહેવું જોઈએ.