નેતન્યાહુ–બાઈડન વચ્ચે ફોન પર વાતચીત પછી ઇઝરાયેલે ઈરાન પર જવાબી હુમલો અટકાવ્યો

  • April 15, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈરાને શનિવારે ઈઝરાયેલ તરફ ડ્રોન હત્પમલા કર્યા બાદ ઈઝરાયેલે રવિવારે સવારે તેહરાન પર હત્પમલો કરવાનો નિર્ણય લીધો હતો, જોકે એક ફોન કોલ પછી તેને રદ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બાઈડન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ  વચ્ચે પરિસ્થિતિ અંગે ફોનમાં વાતચીત થઈ હતી.

જેસલેમ પોસ્ટે જણાવ્યું હતું કે ઇઝરાયેલે સફળતાપૂર્વક ઇરાની મિસાઇલો અને ડ્રોનને અટકાવ્યા પછી, બાઈડન વહીવટીતંત્રે તેલ અવીવને મધ્ય પૂર્વમાં વધતા તણાવને ટાળવા ચેતવણી આપી હતી. ઇઝરાયેલ દ્રારા ૩૦૦ થી વધુ ડ્રોન અને મિસાઇલોને અટકાવવામાં આવ્યા હતા, જેને યુએસ અધિકારીઓએ એક મોટી વ્યૂહાત્મક જીત ગણાવી હતી.

નોંધપાત્ર રીતે, સીરિયામાં તેના દૂતાવાસ પર હવાઈ હત્પમલાના જવાબમાં ઈરાને શનિવારે રાત્રે ઇઝરાયેલ તરફ ડ્રોન શ કર્યા પછી નેતન્યાહત્પએ સુરક્ષા કેબિનેટ અને યુદ્ધ કેબિનેટ સાથેની બેઠકો પછી બાઈડન સાથે વાત કરી હતી. જોકે, અધિકારીઓએ બાઈડન અને નેતન્યાહ વચ્ચેની વાતચીતનો ખુલાસો કર્યેા નથી.

જેસલેમ પોસ્ટ અનુસાર, નેતન્યાહુ સાથે બાઈડનની વાતચીતમાં ઇઝરાયેલની સુરક્ષા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. તેમના અનુગામી જાહેર નિવેદનમાં, રાષ્ટ્ર્રપતિ બિડેને સંયમને પ્રાધાન્ય આપવાની અને કોઈપણ વધુ પગલાં લેતા પહેલા પરિસ્થિતિને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાની જરિયાતનો સંકેત આપ્યો. આ દરમિયાન ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે રવિવારે કહ્યું કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ હજુ સમા થયો નથી. તેમની આ ટિપ્પણી ઈરાન દ્રારા ગઈકાલે રાત્રે ઈઝરાયેલ પરના હત્પમલા બાદ આવી છે. ગેલન્ટે જણાવ્યું હતું કે ઇઝરાયેલ પર સેંકડો મિસાઇલોથી હત્પમલો કરવામાં આવ્યો હતો અને ઇઝરાયેલ સંરક્ષણ દળોએ અસરકારક રીતે હત્પમલાને નિવાર્યેા હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયેલ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. યુનાઈટેડ સ્ટેટસ અને વધારાના ભાગીદારો સાથે મળીને અમે ઈઝરાયેલ રાયના વિસ્તારને બચાવવામાં સફળ થયા.ત્યાં બહત્પ ઓછું નુકસાન થયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application