Israel Hamas war: IDF ટેન્ક અને સેનાએ ગાઝામાં કરી 'સર્જિકલ સ્ટ્રાઈક', હમાસના વિસ્તારને નષ્ટ કર્યા પછી પરત ફર્યા

  • October 26, 2023 10:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈઝરાયલે ગાઝા પટ્ટીને સંપૂર્ણપણે નષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયેલની સેના ગાઝા પર ચારે બાજુથી હવાઈ હુમલા કરી રહી છે. આ હુમલાઓ વચ્ચે, ઇઝરાયેલી સેનાએ બુધવારે મોડી રાત્રે ગાઝામાં થોડા સમય માટે ઘૂસણખોરી કરી અને હમાસની ઘણી જગ્યાઓને નષ્ટ કરી દીધી. જો કે, ઈઝરાયેલની સેનાને હજુ સુધી જમીની હુમલાની પરવાનગી મળી નથી.


વીડિયો જાહેર કરી આપી જાણકારી

ઈઝરાયેલની સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો જાહેર કરીને આ જાણકારીની પુષ્ટી આપી છે કે ઈઝરાયેલની સેનાએ ગાઝામાં મોટી ઘૂસણખોરી કરી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઈઝરાયેલી સૈનિકો ભારે ટેન્ક અને સૈનિકો સાથે ગાઝા સરહદમાં ઘૂસી ગયા અને હમાસની ઘણી જગ્યાઓને નષ્ટ કરી દીધી હતી. આ નાશ પામેલા બેઝમાં એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટ પણ સામેલ હતી.


ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના સૈનિકો અને ટેન્કોએ ગુરુવારે રાત્રે ઉત્તરી ગાઝામાં થોડા સમય માટે પ્રવેશ કર્યો હતો અને બે અઠવાડિયાથી વધુના ભારે હવાઈ હુમલા પછી વ્યાપક ભૂમિ ઘૂસણખોરીની આશંકા વચ્ચે ઘણા આતંકવાદી સ્થાનોને નિશાન બનાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application