દીકરીઓમાં બાળપણથી જ આધ્યાત્મિક મુલ્યોનો વિકાસ થાય, સંસ્કારોનું સિંચન થાય અને સર્વાંગી કેળવણી મળે એ ધ્યેયને સાબિત કરતી સંસ્થા એટલે ભાટીયા ગામે આવેલી સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ. આ હોસ્ટેલમાં શિક્ષણની સાથે સાથે દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધે. જીવનના વધારેમાં વધારે અનુભવો મળે તથા વિદ્યાર્થી અવસ્થામાં પોતાનો સ્વ વિકાસ કરી શકે એવા ધ્યેયો સાથે આ હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. નવ દિવસ હોસ્ટેલમાં સવાર-સાંજ પૂજા-આરતી કરવામાં આવી હતી. બાદમાં વિધિવત દીકરીઓ દ્વારા શોભાયાત્રા કાઢીને ભાટીયા ગામના કેશરીયા તળાવમાં વિઘ્નહર્તા દેવ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલના સંચાલક જેતીબેન ચાવડા દ્વારા સૌ દીકરીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાર્થક વાઘેલાને સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતા થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન
January 15, 2025 01:17 PMજામનગરમાં મકરસંક્રાતના દિવસે યોજાયો આહીર સમાજનો ભવ્ય સમૂહ ભોજન અને રક્તદાન કેમ્પ
January 15, 2025 01:06 PMકસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે તાજેતરમાં યોજાયું "શિક્ષણ વિમર્શ"કાર્યક્ર્મ
January 15, 2025 12:45 PMસારાએ વીર પહાડિયાની 'પત્ની' બનવા ફોનથી પણ અંતર જાળવ્યું
January 15, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech