શહેરમાં જલાની જાર ખાતે દેવીદાસ રચિત ઇશ્ર્વરવિવાહ યોજાશે

  • October 09, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સતત સાડા ત્રણ કલાક સુધી ઇશ્ર્વર વિવાહના ગાન સાથે પુષોએ લેશે રાસ: બાજરીયા ફળીમાં રહેતા ચતા બાજરીયા નામના સદગૃહસ્થને માતા સપનામાં આવ્યા, ત્યારબાદ બળદગાડા મારફત રાજસ્થાનથી મૂર્તિ લાવવામાં આવી હતી, પિતાંબર અને ઝભ્ભો ધારણ કરીને ગવાય છે ઇશ્ર્વર વિવાહ


જામનગરની જલાની જાર વિસ્તારમાં છેલ્લા 306 વર્ષથી અનોખી ગરબી યોજાઈ હતી, અહીં પુરૃષો પીતાંબર પહેરી કોઈપણ લાઉડ સ્પીકર કે વાજીંત્રોના ઉપયોગ વગર ગરબાના તાલે ગરબે ઘૂમ્યા હતા, છેલ્લા 306 વર્ષથી એક પણ ક્ષણના વિરામ વિના નગારા તાલે પુષો દ્વારા પરંપરાગત લાલ, પીળા, કેસરી અબોટીયા પહેરી, માથે તિલક કરીને ગરબે રમવામાં આવે છે, આ ઇશ્ર્વર વિવાહમાં ચાંદીજડિત માતાનો મઢ અને ચાંદી જડિત માં નવદુગર્નિા પૂતળા સદીઓ પુરાના છે, 306 માં વર્ષમાં આ ગરબીએ પ્રવેશ કર્યો છે, ત્યારે જુની પુરાણી પરંપરા જાળવી રાખવામાં આવે છે. જલાની જારની ગરબીમાં દેવીદાસ રચીત ઇશ્ર્વર વિવાહ આઠમના દિવસે રાત્રે ગવાશે અને ભગવાનના વિવાહમાં અનેક ભકતો જોડાશે.


શ્રોતાઓ સાર સમજી શકે તે માટે એક પંકતિને ચાર ચાર વખત ગાવવામાં આવે છે, આદ્યકવિ દેવીદાસ રચિત ઇશ્ર્વર વિવાહ જોવો અને ગાવો એ અવિસ્મરણીય લ્હાવો છે, સતત સાડા ત્રણ કલાક સુધી ઇશ્ર્વર વિવાહનું ગાન ગવાઇ છે.


જાણવા મળતી માહિતી મુજબ આ ગરબીમાં પુષો ધોતિયુ અને ઝભ્ભો પહેરીને આવે છે, આ ગરબીમાં ગરબા ગવાતા નથી, ગરબીની વિશેષતા એ છે કે સાતમા નોરતે શિવ વિવાહ અને ઇશ્ર્વર વિવાહ યોજવામાં આવે છે, દશેરાની રાત્રે અને અગિયારસની વ્હેલી સવારે માતાજીને કનકાઇનો અણઘો ધરાવવામાં આવે છે, વિશ્ર્વમાં એક માતાજીમાં અણઘો ધરાવાતો નથી, પ00 થી 600 લોકો સાથે મળીને ઇશ્ર્વરવિવાહ ગાય છે.


બાજરીયા ફળીમાં રહેતા એક સદગૃહસ્થને માતાજી સપનામાં આવ્યા હતાં અને ત્યારબાદ ઇશ્ર્વર વિવાહનો પ્રારંભ થયો અને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના ગવાતા ઇશ્ર્વર વિવાહનું અનોખુ સ્થાન છે, જભ્ભો અને પીતાંબર પહેરીને ભકતો ઇશ્ર્વર વિવાહ ગાય છે. આ ઇશ્ર્વર વિવાહમાં અન્ય કોઇપણ જાતના વાજીંત્ર રાખવામાં આવતા નથી અને તેને જોવા માટે દુર-દુરથી લોકો આવે છે.


આ ગરબીમાં સાતમે નોરતે ઇશ્ર્વર વિવાહ અને અગીયારસના દિવસે વ્હેલી સવારે માતાજીને અણગો ધરાવવામાં આવે છે, વિશ્ર્વમાં કોઇપણ જગ્યાએ માતાજીના અણગો ધરાવવામાં આવતો નથી પરંતુ અહીં ધરાવાય છે. બાજરીયા ફળીમાં રહેતા ચતા બાજરીયા નામના સદગૃહસ્થને માતાજી સપનામાં આવ્‌યા હતાં, તેમની પુણ્ય પ્રેરણાથી લતાવાસીઓની મદદથી આ ગરબી માટે બળદગાડા મારફત મુર્તિ લાવવામાં આવી હતી. લોકો કપાળે ચંદન કરીને ઇશ્ર્વર વિવાહના છંદનું ગાયન કરે છે અને પરોઢીયા સુધી ઇશ્ર્વર વિવાહમાં જોડાય છે, એક-એક પંકિત ચાર વખત ગાવામાં આવે છે. લગભગ સાડા ત્રણ કલાક સુધી આ કાર્યક્રમ ચાલે છે અને ભગવાન શિવના લગ્ન થાય છે અને તેની જાનમાં અનેક લોકો જોડાય છે.  ખાસ કરીને આ ગરબીમાં કોઇપણ લાઉડ સ્પીકર અને વાંજીત્રોનો ઉપયોગ થતો નથી.


આ પ્રાચીન ગરબી વર્ષો જુની સનાતન ગરબીમાં દર વર્ષે દશેરાની રાત્રિ એટલે કે અગિયારસની વ્હેલી સવારે ઉત્થાપનમાં માં કનકાઇનો છંદ ગાવવામાં આવે છે અને વ્હેલી સવારે 6 વાગ્યે માતાજીને વિદાય પણ આપવામાં આવે છે, આ કનકાઇ માતાજીનો છંદ સાંભળવા ભક્તો ખાસ ઉપસ્થિત રહે છે, આ ગરબી કોઇપણ જાતના નાતજાતના ભેદભાવ વગર એક વર્ષના બાળકથી લઇને 80 વર્ષના વયોવૃઘ્ધ સુધી લાલપીળા ધોતીયા, અબોટીયા પહેરી કપાળે ચંદન કુમ-કુમનું તિલક કરી તાલબઘ્ધ રીતે ગરબે ઘૂમે છે.

આ ગરબી એક માત્ર એવી ગરબી છે કે જેમાં ફક્ત પુષો જ ગરબે રમે છે, ગરબીમાં ચાંદીજડિત માતાનો મઢ તથા ચાંદીજડિત નવદુગર્નિા પૂતળા સદીઓ પુરાણા છે, આ ગરબી જે સમયથી ચાલુ થઇ છે, તે સમયથી જ દર વર્ષે નવરાત્રિના સાતમા નોરતે રાત્રિના 1ર વાગ્યે ઇશ્ર્વરવિવાહ યોજાય છે, જેમાં મહાદેવ તથા પાર્વતી માતાના ગુણગાન ગાવવામાં આવે છે.
જલાની જારની ગરબીમાં આસો સુદ સાતમને આજે બુધવારના રાત્રે 11:30 કલાકે ઈશ્વરવિવાહ ઉત્સવ ઉજવવામાં આવશે અને ખેલૈયાઓ ગાયન સાથે સાડા ત્રણ કલાક અવિરત ગરબે ઘૂમશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application