મિસ વર્લ્ડ ટૂરિઝમ અને ઓટીટી અભિનેત્રી ઈશિકા તનેજાએ ફિલ્મ જગતને અલવિદા કહી સનાતન ધર્મ અપનાવ્યો છે. જબલપુરમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી પાસેથી ગુરુ દીક્ષા લીધા બાદ હવે તે મહાકુંભમાં ભગવા પોશાકમાં જોવા મળે છે. ઈશિકાએ કહ્યું કે આ તેનું 'ઘર વાપસી' છે.
મહાકુંભના મેળા દરમિયાન અનેક ચહેરાઓની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેની વચ્ચે વધુ એક નામ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે. આ નામ છે ઈશિકા તનેજા. જે મિસ વર્લ્ડ ટુરિઝમ અને મિસ ઈન્ડિયાનું ટાઈટલ જીતી ચૂકી છે ત્યારે અચાનક ઈશિકાએ કેમ ગ્લેમર વર્લ્ડ છોડીને સનાતનનો માર્ગ અપનાવ્યો છે.ગળામાં રુદ્રાક્ષ અને ફૂલોની માળા. માથા પર લાલ બિંદી.અને સાધ્વીનો પોશાક ધારણ કરેલ આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.આ વાયરલ યુવતીનું નામ છે ઈશિકા તનેજા.
ઈશિકા કહે છે ફિલ્મોમાં તેને નેમ અને ફેમ તો મળી. પરંતુ પરંતુ જે પ્રકારના સન્માનની ઈચ્છા હતી તે ના મળ્યું. તે કહે છે કે નાના કપડાં પહેરવાથી નહીં પરંતુ સનાતન અપનાવવાથી સન્માન મળે છે. ઈશિકા તનેજા દિલ્લીની રહેવાસી છે.તેણે લંડનથી અભ્યાસ કર્યો છે.તેણે 2017માં મિસ વર્લ્ડ ટુરિઝમ ઈન્ડિયાનું ટાઈટલ જીત્યું હતું.2018માં મલેશિયામાં તેણે બિઝનેસ વુમન ઓફ ધ વર્લ્ડનો તાજ જીત્યો હતો.તેને 100 વુમન અચીવર્સ ઓફ ઈન્ડિયાનું સન્માન પણ મળ્યું હતું.2016માં તેને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સન્માનિત કરી હતી.પરંતુ હવે ઈશિકા આ ઈન્ડસ્ટ્રીને છોડીને અધ્યાત્મના રસ્તે આગળ વધી ગઈ છે. ઇશિકા મહાકુંભમાં સનાતનનો પ્રચાર અને પ્રસાર કરતી જોવા મળી રહી છે. તે યુવાઓને અધ્યાત્મનો માર્ગ અપનાવવા માટેની અપીલ કરી રહી છે.ઈશિકાએ ગયા મહિને જબલપુરમાં દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી પાસે ગુરુદીક્ષા લીધી હતી.
મહાકુંભમાં પહોંચેલી ઈશિકા 21મી સદીની યુવતીઓને મોબાઈલ અને રીલ્સની દુનિયામાંથી બહાર નીકળીને દુર્ગા અને કાલી બનવાની હાંકલ કરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં તણી સાથે બિભસ્ત હરકતો કરનાર ઢગાને ૨૦ વર્ષની જેલ
May 15, 2025 01:00 PMજામનગર-ધ્રોલમાં જુગાર રમતી ૩ મહિલા સહિત ૭ની અટકાયત
May 15, 2025 12:58 PMકર્નલ સોફિયા કુરેશી પર શિખર ધવનની પોસ્ટ વાયરલ
May 15, 2025 12:49 PMઅરમાન મલિકને જોઈએ છે હથિયારનું લાઇસન્સ, કહ્યું- મને ધમકીઓ મળી રહી છે, મારા જીવને જોખમ છે
May 15, 2025 12:40 PMજામનગર: બોર્ડનું પરિણામ વઘ્યું, એન્જીનીયરીંગમાં ૨થી૫ ટકા મેરીટ ઉંચુ રહેશે
May 15, 2025 12:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech