મોરબીની વિદ્યાર્થી બોર્ડિંગમાંથી મોબાઈલ ચોરી કરનાર ઇસમ ઝડપાયો

  • November 07, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસીપરામાં આવેલ બોડીંગમાંથી મોબાઈલ ચોરી કરવામાં આવ્યા હોય જે ચોરીના બનાવ અંગે ગુનો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરી થયેલ ૪ મોબાઈલ રીકવર કરવામાં સફળતા મળી છે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પટેલ બોડીંગમાંથી મોબાઈલ ચોરીની ઘટના બની હતી જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં ખાનગી બાતમીને આધારે મોરબી ૨ વિસીપરા મેઈન રોડ પરથી આરોપી મયુર મોતીભાઈ સુસરા (ઉ.વ.૨૩) રહે વિસીપરા ખાદી ભંડાર સામે મોરબી વાળાને ઝડપી લીધો હતો અને આરોપી પાસેથી ચોરી થયેલ ૦૪ મોબાઈલ કીમત રૂ ૨૯,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


જે કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયા, બી આર ખટાણા, નરેન્દ્રભારથી મહેન્દ્રભારથી, વિજયભાઈ મુળુભાઈ, ચંદ્રસિંહ કનુભાઈ, ભરતભાઈ આપાભાઈ, કલ્પેશભાઈ અમરશીભાઈ, બ્રિજેશભાઈ જેસંગભાઈ, રમેશભાઈ રાયધનભાઈ પ્રદીપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી સહિતની ટીમ જોડાયેલ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application