પોરબંદરના કુતિયાણા વિસ્તારમાં સોળ વર્ષ પહેલા રોકડ અને દાગીના સહિત ૫૭,૫૦૦ના મુદામાલની લૂંટ કરનાર ઇસમને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશ જઇ પકડી પાડયો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. ગોવિંદભાઇ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દુલાભાઇ ઓડેદરાને હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસથી હકીકત મળેલ કે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુન્હો સને ૨૦૦૮માં નોંધાયેલ હોય અને સદરહુ ગુન્હામાં સોનાના વેઢલા તથા કડીઓ તથા સોનાના દાગીના, સોનાનો ચેઇન, આઠ વીટીઓ તથા રોકડા ા. ૧૦,૦૦૦ મળી કુલ ા. ૫૭,૫૦૦ના મુદામાલની લૂંટ થયેલ હોય અને ઉપરોકત ગુન્હાના કામના ગેઝેટ પ્રસિધ્ધ થતાનાસતા ફરતા આરોપી જીતુ ઉર્ફે રીશુ નાથુસીંગ અમલીયાર રહે. પનેરી ગામ, થાના ઉદયગઢ, જિ. અલીરાજપુર મધ્યપ્રદેશવાળો પોતાના ગામ પનેરીમાં છે તેવી હકીકત મળતા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ગોવિંદભાઇ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દુલાભાઇ ઓડેદરાને પનેરી ગામ, તા. જોબટ, જી. અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતે ઉપરોકત આરોપીની તપાસમાં મોકલતા આરોપી રીછું ઉર્ફે રીસુ ઉર્ફે જીતુ સન/ઓ. નાચસિંહ ઉર્ફે નાથુસિંહ સુકલાભાઇ માવડા (અમલીયાર) ઉ.વ. ૫૦ રહે. પનેરીગામ, તડવી ફળીયુ, પોસ્ટ બડાગુડા થાના ઉદયગઢ, તા. જોબટ, જી. અલીરાજપુર મધ્યપ્રદેશવાળો તેના ગામ પનેરી ખાતેથી મળી આવતા મજકુર આરોપીને ઉપરોકત ગુન્હાના કામે વધુ પૂછપરછ અર્થે પોરબંદર ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે કુતિયાણા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, વુમન એ.એસ.આઇ. લાખીબેન મોકરીયા, હેડકોન્સ્ટેબલ ઉદયભાઇ વ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, તથા વુમન હેડકોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ માળીયા વગેરે રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech