હથિયારધારાના ગુન્હામાં અઢી વર્ષથી વોન્ટેડ આગ્રાનો ઇસમ સાન્દીપનિ પાસેથી ઝડપાયો

  • September 12, 2024 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં અઢી વર્ષથી હથિયારધારાના ગુન્હામાં નાસતા ફરતા  યુ.પી.ના શખ્શને પોલીસે સાન્દીપનિ મંદિર નજીકથી પકડી પાડયો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પોરબંદર શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.એ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે સ્કોડની રચના કરેલ છે. જેઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સ્કોડના અધિકારીઓ, કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પી.સી. વિજયભાઇ ખીમાભાઇને બાતમી રાહે જાણવા મળેલ કે કમલાબાગ પોલીસ સ્ટેશનના હથિયારધારાના ગુન્હા મુજબ નાસતો ફરતો આરોપી સોનપાલ ઉર્ફે સોનુ ઠાકુર(તોમર) ઉ.વ.૨૭, ધંધો ખેતી કામ, રહે. ગડીશ્રીપત ગામ, તા. ફતેહાબાદ, જી.આરા ભગવાન ટોકીઝ પાસે આગ્રા રાય ઉત્તરપ્રદેશવાળો સાન્દીપનિ મંદિર પાસે ઉભો છે. જે હકીકતના આધારે તુરતં હકીકતવાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા મજકુર આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં નાસતા  ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સપેકટર એ.બી. દેસાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજય જેન્તીલાલ તથા વિજય ખીમભાઇ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સાજન રામશીભાઇ વગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application