રસોડામાં કામ કરતી વખતે આપણને હંમેશા કેટલીક વસ્તુઓ જોવા મળે છે જે આપણને પરેશાન કરે છે. આવી સ્થિતિમાં રસોડાના વોશ બેસીગમા પાણી જમા થવું એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. આવું ઘણીવાર થાય છે કારણ કે કેટલાક મોટા કણો ગટરમાં સ્થિર થઈ જાય છે અથવા અટવાઈ જાય છે, જેના કારણે પાણી બહાર નીકળી શકતું નથી.
જેના કારણે આખા રસોડામાં દુર્ગંધ આવવા લાગે છે અને તેમાં પાણી પણ ભરાઈ જાય છે. જો તેનાથી બચવાનો ઉપાય શોધી રહ્યા છો તો આ સરળ ટિપ્સ જણાવીશું, જેની મદદથી વોશ બેસીગમા જમા થતા પાણીથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ એ ટિપ્સ વિશે.
વોશ બેસીગ કરો સાફ
જ્યારે વોશ બેસીગ પાણી એકઠું થાય ત્યારે સૌ પ્રથમ વોશ બેસીગમાં ગરમ ઉકળતું પાણી રેડવું, પછી તેમાં થોડો ડીશ સાબુ નાખીને થોડી વાર રહેવા દો, પછી આખા વોશ બેસીગમાં ફરીથી ગરમ પાણીથી સારી રીતે ધોઈ લો. જો આ પછી પણ પાણી બહાર ન આવે તો તમે બેસીગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરી શકો છો.
બેસીગ સોડા અને વિનેગરનો ઉપયોગ
આ માટે વોશ બેસીગમાં અડધો કપ ખાવાનો સોડા નાખવો પડશે, ત્યાર બાદ અડધો કપ વિનેગર ઉમેરો. જ્યારે આ મિશ્રણમાં ફીણ આવવા લાગે તો તેને થોડી વાર આમ જ રહેવા દો. થોડા સમય પછી, વોશ બેસીગમાં ગરમ ઉકળતા પાણી રેડવું. તેનાથી તમારું આખું વોશ બેસીગ સાફ થઈ જશે અને પાણી સરળતાથી બહાર નીકળવા લાગશે.
મીઠું વાપરો
આ સિવાય તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ એક કુદરતી ક્લીનર છે, જેને તમે વોશ બેસીગમાં રેડો અને થોડીવાર માટે છોડી દો, પછી આખા વોશ બેસીગમાં ગરમ પાણીથી ધોઈ લો. તમે પ્લમ્બિંગ રોડનો પણ ઉપયોગ કરી શકો છો. તેને ધીમે-ધીમે ગટરમાં ફેરવો અને પછી દબાવો આમ કરવાથી ગટરમાં જામેલી ગંદકી સાફ થઈ જશે.
આ બાબતોનું રાખો ધ્યાન
જો તમે વોશ બેસીગમાં ભરાયેલા અને ખરાબ ગંધથી બચવા માંગતા હો, તો તમારા વોશ બેસીગને દરરોજ નિયમિતપણે સાફ કરો અને વોશ બેસીગમાં મોટો કચરો નાખવાનું ટાળો. ઘણી કોશિશ કરવા છતાં પણ જો વોશ બેશિંગમાંથી પાણી બહાર ન આવતું હોય તો તમે કોઈ પ્રોફેશનલ પ્લમ્બરને બોલાવીને આખા વોશ બેસીગસાફ કરી શકો છો, શક્ય છે કે નળીમાં કોઈ સમસ્યા હોય, આવી સ્થિતિમાં કોઈ પ્રોફેશનલ પ્લમ્બર તમને મદદ કરશે. આ બધી ટિપ્સની મદદથી તમે સરળતાથી કિચન વોશ બેસીગમાં સાફ કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech