આલિયાની વધતી લોકપ્રિયતાથી દીપિકા પાદુકોણને છે ઇર્ષ્યા?

  • May 12, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • મેટ ગાલામાં આલિયાની હાજરી પહેલાં દીપિકાએ કર્યું કંઇક આવું
  • ગ્લોબન આઇકનની વર્તણૂકથી આલિયાના ફેન્સે કરી તેને ટ્રોલ


આલિયાની વધતી લોકપ્રિયતાથી દીપિકા પાદુકોણને શું ઇર્ષ્યા થઇ રહી છે? એવું એટલા માટે કે તાજેતરમાં ન્યૂયોર્કમાં મેટ ગાલા ઇવેન્ટમાં આલિયા છવાઇ ગઇ હતી. પરંતુ આ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં આલિયાના ડેબ્યુના થોડા કલાકો પહેલાં દીપિકાએ તેના ઓસ્કારની હાજરીને સોશિયલ મીડિયા પર શેર કરતા આલિયાના ફેન્સને આંચકો લાગ્યો અને તેઓ દીપિકાને ટ્રેલ કરવા લાગ્યા હતા.


બોલીવૂડ બબલી આલિયા ભટ્ટે તાજેતરમાં મેટ ગાલા 2023માં ડેબ્યૂ કર્યું હતું. તે પહેલા દીપિકા પાદુકોણએ કઈક એવું કર્યું હતું કે ચાહકો દ્વારા તેના પર ઈનસિક્યોર હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. થયું એવું કે આલિયાના મેટ ગાલા ડેબ્યૂ કરે તેના થોડા કલાક પહેલા જ દીપિકાએ ઓસ્કાર 2023 પ્રેઝન્ટેશનના ફોટોઝ શેર કર્યા હતા. આ દરમિયાન ચાહકોએ તેને ટ્રોલ કરી હતી. આવું કરવા બદલ તેને ઈનસિક્યોર કહેવામાં આવી હતી. જોકે, આવું થયા બાદ દિપીકાએ સૂર બદલ્યો હતો. તેણે આલિયાની પોસ્ટ પર જઈ કોમેન્ટ કરી હતી.


આલિયા ભટ્ટે મેટ ગાલા ડેબ્યૂ કર્યા બાદ તેની ખૂબ જ વાહવાહી થઈ હતી. આ દરમિયાન ગાલાની કેટલીક બિહાઇન્ડ ધી સ્કેન મોમેન્ટ દર્શાવતો વીડિયો આલિયાએ શેર કર્યો હતો. જેના કોમેન્ટ સેકશનમાં ચાહકોએ ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો. દિપીકાએ પણ તેને પ્રોત્સાહિત કરી હતી. તેણે કોમેન્ટ કરી હતી કે, તે કરી બતાવ્યું!


અગાઉ દિપીકાએ ફોટા પોસ્ટ કર્યા બાદ આ મામલો થોડો ગરમ થઈ ગયો હતો. પણ આલિયા ભટ્ટે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, દીપિકાએ યૂઝર્સને જવાબ આપ્યો છે. પણ યૂઝર્સ દીપિકા પાદુકોણના જવાબથી ઈમ્પ્રેસ થયા નથી. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સને લાગી રહ્યું છે કે, આ માત્ર ડેમેજ કંટ્રોલ છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, મજબૂત PR તરીકે કામ કરે છે... ડેમેજ કંટ્રોલ.’ અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, આ કામ PR ટીમ વધુ સારી રીતે કરી શકી હોત.


આમ તો દીપિકા પાદુકોણ માટે મેટ ગાલા કોઈ નવી વાત નથી. વર્ષ 2017માં દીપિકા પાદુકોણે ટોમી હિલફિગર દ્વારા ડિઝાઈન થયેલ સાઉટ ગાઉન પહેરીને મેટ ગાલાની શાનદાર શરૂઆત કરી હતી. વર્ષ 2019માં ઝેક પોસેને ડિઝાઈન કરેલ પ્રિન્સેસ ગાઉન પહેરીને મેટ ગાલામાં પહોંચી હતી.



બીજી તરફ આલિયા ભટ્ટે આ વર્ષે મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું છે અને પ્રબલ ગુરંગે ડિઝાઈન કરેલ એક લાખ મોતીઓનું ગાઉન પહેર્યું હતું. આ લૂક અંગે આલિયા ભટ્ટ જણાવે છે કે, મને ફેમસ ચેનલ બ્રાઈડ્સ ખૂબ જ પસંદ છે. દરેક સીઝનમાં કાર્લ લેગરફેલ્ડ શાનદાર ડિઝાઈન રજૂ કરે છે. મારો આજનો લુક પણ તે બાબતે જ આધારિત છે. ખાસ કરીને આ લુક સુપરમોડલ ક્લાઉડિયા શિફરના વર્ષ 1992ના ચેનલ બ્રાઈડલ લુકથી પ્રેરિત છે.

આલિયા ભટ્ટ વધુમાં જણાવ્યુ કે....

હું કંઈક અલગ કરવા માંગતી હતી, જે ભારતમાં બનેલ હોય. આ ઉટફિટ 1,00,000 મોતીથી બનેલ છે. મેં પ્રથમ મેટ ગાલા લુકમાં આ આઉટફિટ પહેર્યું તે માટે હું ખૂબ જ ખુશ છે. એક યુવતી પાસે આટલા બધા મોતી ક્યારેય પણ ના હોઈ શકે. મારા વાળની એસેસરીઝ પણ મોતીથી બનેલ છે અને તે પણ સફેદ મોતીથી!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application