હળવદમાં લોખંડના સળીયા ચોરવાનું કૌભાંડ: ૬ સામે ફરિયાદ

  • March 14, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકાની અણીયારી ચોકડી નજીકથી એસ.ઓ.જી. ટીમે શંકાસ્પદ લોખંડના સળીયા ઝડપ્યા બાદ ગઈકાલે વધુ એક લોખંડના સળીયાની બરોબર સસ્તા ભાવે વહેંચણી કરવાના કૌભાંડની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં આરોપીઓએ વેપારીની જાણ બહાર સામખીયાળીમા આવેલ ઇંઅચ જઝઊઊકજ અગઉ ખઊઝઅકઈંઊંજ કઈંખઈંઝઊઉમાંથી લોખંડના સળીયાઓ લઈ બરોબર તેનું વેચાણ સસ્તાભાવે કરી નાખતા કચ્છનાં વેપારીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 
​​​​​​​
મળતી માહિતી અનુસાર, કચ્છનાં અંજારમાં આવેલ ૧૦૧, રવેચી ધામ સોસાયટી મેઘપર કુંભારડીમાં રહેતા કુલદીપસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા વેપારીએ દિલીપસીંઘ અમરસીંઘ પંવાર (રહે.રૂઢાના કૈના કા તાલાબ પોસ્ટ તારાગઢ તા.બીયાવર જીલ્લો અજમેર રાજસ્થાન), નરેન્દ્રસીંગ પુરનસીંગ તથા મહાવિરસિંઘ શંકરસિંઘ નામના ત્રણેય શખ્સોને પોતાના પાર્થરોડ લાઇન્સ નામના ટ્રાન્સપોર્ટમાં ડ્રાયવરો તરીકે રાખેલ હોય અને તેઓને સામખીયાળીમા આવેલ ઇંઅચ જઝઊઊકજ અગઉ ખઊઝઅકઈંઊંજ કઈંખઈંઝઊઉમાંથી લોખંડના સળીયાઓ ટ્રેઇલરમાં ભરી ગુજરાતમા જુદા જુદા વેપારીઓને સુરક્ષિત પહોંચાડવા માટે સોંપતા આરોપીઓએ ફરીયાદી સાથે ગુનાહીત વિશ્વાસધાત અને ઠગાઇ કરી ડ્રાયવરોએ આરોપી મહેશભાઇ ઉર્ફે મહેન્દ્રસિંહ જગદીશભાઇ  લીંબોલા (રહે.ઘનશ્યામપુર ગામ તા.હળવદ જી.મોરબી), સુરેન્દ્રસીંગ અશોકસીંગ તથા કરણભાઇ ઉર્ફ કાળુભાઇ ધીરૂભાઇ ચૌહાણ (રહે. હાલ રઘુનંદન સોસાયટી સરારોડ મુળગામ કોયબા તા.હળવદ જી.મોરબી)ના સંપર્કમા આવી તેની પાસેથી આર્થીક લાભ મેળવવા માટે તમામ છ આરોપીઓએ કોઇબા ઢવાણા જવાના રસ્તે સ્વામીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં નકલંક મંદિર પાછળ નેજા બાયો પેલેટ કારખાનાની પાછળના ભાગે આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરીયાના રોડ ઉપર ગઈકાલે ટ્રેઇલર લઇ જઇ તે મોટા લોખંડના સળીયાના મોટા જથ્થામાંથી આ જથ્થો મોકલનાર ફરીયાદી તથા મેળવનાર પાર્ટીના ધ્યાનેન આવે તે રીતે થોડી થોડી માત્રામાં લોખંડના ૧૦ ના ૧૪૦ કિંલોગ્રામ તથા ૧૬ ના ૧૨૬૦ કિંલોગ્રામના સળીયા કાઢી જેની કિંમત રૂપીયા ૭૭૦૦૦/- થઈ છે. તે મુદામાલ પોતાના અંગત ફાયદા સારૂ કાઢી લઇ ગેરકાયદેસર લાભ મેળવી છેતરપિંડી કરી હોવાની વેપારીને જાણ થતા જ કુલદીપસિંહ પ્રવિણસિંહ જાડેજાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application