ભારતના મુસલમાનોને લઈને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈએ ભારતની સરખામણી મ્યાનમાર અને ગાઝા સાથે કરતા ભારતના વિદેશ મંત્રાલયે આ મુદ્દે ઈરાનની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને ઉમેયુ છે કે ૮ મહિનામાં ૪૦૦ લોકોને ફાંસી આપનાર અને મહિલા સ્વતંત્રતાનું ઉલ્લંઘન, કરનારા ઈરાનના સુપ્રીમ લીડર ભારતને સલાહ આપતા પહેલા પોતાની બાબતો પર ધ્યાન આપે.
ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનના સર્વેાચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈને જડબાતોડ જવાબ આપ્યો છે.પોતાના નિવેદનમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત વિદ્ધ કોઈપણ ટિપ્પણી કરતા પહેલા ઈરાને પહેલા પોતાના મામલાઓ પર ધ્યાન આપવાની જર છે. તાજેતરમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતની ટીકા કરી હતી. તેમણે ભારતને એવા દેશોની શ્રેણીમાં મૂકયું હતું યાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે. આ દરમિયાન તેમણે વિશ્વભરના મુસ્લિમોને મુસ્લિમ વસ્તીની સુરક્ષા માટે એક થવાની અપીલ પણ કરી હતી.
આયાતુલ્લાહ અલી ખામેનેઈએ પોતાની પોસ્ટમાં મ્યાનમાર અને ગાઝાની સાથે ભારતની પણ ગણતરી કરી હતી. સુન્ની મુસ્લિમો અને વંશીય લઘુમતીઓના દમન માટે વિશ્વભરમાં ટીકાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમને આવી ટિપ્પણી કરી છે. હવે ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે વળતો પ્રહાર કર્યેા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આવી ટિપ્પણી કરતા પહેલા ઈરાને પોતાનો રેકોર્ડ તપાસવો જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે 'અમે ભારતના મુસ્લિમોને લઈને ઈરાનના સુપ્રીમ લીડર દ્રારા કરવામાં આવેલી ટિપ્પણીની સખત નિંદા કરીએ છીએ. આ ખોટી માહિતી પર આધારિત છે અને સ્વીકાર્ય નથી. લઘુમતીઓ પર ટિપ્પણી કરનારા દેશોને પહેલા પોતાનો રેકોર્ડ જોવો જોઈએ.
ઈરાનની મહિલાઓ હિજાબ કાયદાથી બંધાયેલી
માનવાધિકારના મુદ્દાઓ માટે વિશ્વભરમાં ઈરાનની ટીકા કરવામાં આવે છે, ખાસ કરીને સુન્ની મુસ્લિમો, વંશીય લઘુમતીઓ અને મહિલાઓને સંડોવતા હોય. ઈરાનમાં લઘુમતી સુન્ની મુસ્લિમોને દેશના મુખ્ય શહેર, તેહરાનમાં મસ્જિદો બનાવવાનો અધિકાર મેળવવાથી અટકાવવામાં આવ્યા છે. આ સિવાય સરકારી અને ધાર્મિક સંસ્થાઓમાં ગંભીર ભેદભાવનો સામનો કરવો પડે છે. ઈરાનમાં કુર્દ, બલુચી અને આરબો જેવી વંશીય લઘુમતી આર્થિક અને સાંસ્કૃતિક જુલમનો શિકાર છે. ઈરાનની મહિલાઓ કડક હિજાબ કાયદા અને નૈતિકતા કાયદાના રક્ષણ હેઠળ પોતાનું જીવન જીવી રહી છે. ઈરાનમાં હિજાબના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મહિલાઓને જેલ, દડં અને શારીરિક સજા કરવામાં આવે છે.
ઈરાનની અંદર ફાંસીની સજાનો ગ્રાફ વધ્યો
દુનિયાને અરીસો દેખાડનાર ઈરાનનો રાજકીય ચહેરો પોતે જ કલંકિત થઈ ગયો છે. તાજેતરના વર્ષેામાં, ઈરાનની અંદર ફાંસીની સજાનો ગ્રાફ સતત વધી રહ્યો છે, જેના પર સંયુકત રાષ્ટ્ર્રએ ચિંતા વ્યકત કરી છે. તાજેતરમાં જ સંયુકત રાષ્ટ્ર્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનમાં છેલ્લા ૮ મહિનામાં ૪૦૦થી વધુ લોકોને મોતની સજા આપવામાં આવી છે. અને માત્ર ઓગસ્ટ મહિનામાં જ ૮૧ લોકોને ફાંસી આપવામાં આવી છે. યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટસ કાઉન્સિલ દ્રારા નિયુકત નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 'મૃત્યુની સજામાં આટલા મોટા વધારાથી અમે ચિંતિત છીએ.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાઈકોર્ટે BCCIને મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું ચુકવવા લગાવી ફટકાર
January 11, 2025 03:58 PMકન્નૌજમાં રેલવે સ્ટેશનનું લિન્ટર ધરાશાયી, કાટમાળ હેઠળ 35 લોકો દટાયા, ત્રણના મોત, મોતનો આંકડો વધી શકે
January 11, 2025 03:52 PMમહાવિકાસ અઘાડીમાં તિરાડ! ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતૃત્વમાં BMC ચૂંટણી એકલા હાથે લડશે
January 11, 2025 03:37 PMમાતા-પિતા માટે ચેતવતો કિસ્સોઃ ભુજમાં 17 વર્ષના સગીરે ગેમ હારી જતા ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
January 11, 2025 03:22 PMલોસ એન્જલસના જંગલમાં લાગેલી આગ માટે ડેલ્ટા સ્મેલટ ફીશ જવાબદાર : મસ્ક-ટ્રમ્પ
January 11, 2025 02:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech