BREAKING NEWS

ઈરાને અમેરિકાનું વધુ એક ફાઈટર જેટ તોડી પાડ્યું યુએઈમાં ઓરેકલના ડેટા સેન્ટર પર પણ હુમલો

  • April 03, 2026 09:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને ઈઝરાયલ હવે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં આક્રમક વલણ અપનાવતા સિવિલિયન સાઈટ્સને નિશાન બનાવી રહ્યા છે જેને લઇને ઈરાન લાલઘૂમ થયું છે. તાજેતરમાં ઈરાનના કરજમાં અમેરિકા દ્વારા એક બ્રિજ પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને યુદ્ધની સ્થિતિ વકરે તેવી શક્યતા છે. યુએઈમાં ઓરેકલના ડેટા સેન્ટર પર ઈરાને હુમલો કર્યો હતો. કુવૈતની નેશનલ ઓઈલ કંપનીએ કહ્યું હતું કે મિના અલ અહમદી રિફાઈનરી પર ડ્રોન હુમલો કરાયાની માહિતી સામે આવી છે. જેના બાદ ઓઈલ રિફાઈનરીમાં આગ લાગી ગઇ હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે આ પોસ્ટ દ્વારા ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, દુનિયાની સૌથી શક્તિશાળી અને મહાન ગણાતી અમેરિકી સેનાએ હજુ તો ઈરાનને તબાહ કરવાની શરૂઆત પણ નથી કરી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, હવે પછીનો વારો ઈરાનના પુલો અને પાવર પ્લાન્ટ્સનો છે. ટ્રમ્પે ઉમેર્યું કે, નવા શાસનનું નેતૃત્વ જાણે છે કે શું કરવાનું છે અને તે કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવું પડશે. ઈરાન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરજમાં મહત્ત્વપૂર્ણ બી-૧ બ્રિજ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. તે સમયે ઈરાનના ટ્રાવેલર અને ગામના સ્થાનિક લોકો ત્યાં નેચર ડેની ઉજવણી કરી રહ્યા હતા. જેમાં ૮ લોકોના મોત નીપજ્યા જ્યારે ૯૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પહેલીવાર નથી જ્યારે ઈઝરાયલ અને અમેરિકાએ નફ્ફટાઈ બતાવતા કોઈ સિવિલિયન સાઈટને નિશાને લીધી હોય. અગાઉ પણ અનેક સ્કૂલો અને રહેણાંક ઈમારતો પર આડેધડ બોમ્બમારા કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News