BREAKING NEWS

ટ્રમ્પના યુદ્ધ વિરામ પ્રસ્તાવને ઈરાને નકારી કાઢો

  • April 22, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનાઇટેડ સ્ટેટસ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા મડાગાંઠમાં એક નવો વળાંક આવ્યો છે. રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ઈરાને તેનો સ્પષ્ટ્રપણે ઇનકાર કર્યેા હતો. તેહરાને ભારપૂર્વક જણાવ્યું કે તે આ એકપક્ષીય નિર્ણયને માન્યતા આપશે નહીં અને ફકત તેના પોતાના રાષ્ટ્ર્રીય હિતો મુજબ આગળ વધશે. ટ્રમ્પે ઈરાન સાથે વર્તમાન યુદ્ધવિરામ લંબાવવાનો નિર્ણય લીધા બાદ ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને વડા પ્રધાન શેહબાઝ શરીફની અપીલને પગલે, ઈરાની સરકારને સર્વસંમતિ પ્રસ્તાવ રજૂ કરવાની મંજૂરી આપવા માટે હત્પમલાઓ અસ્થાયી પે બધં કરવામાં આવ્યા છે.હારનારાઓ કયારેય શરતો લાદી શકતા નથી. આ જાહેરાત પર ઈરાન તરફથી તીખી પ્રતિક્રિયા આવી. ઈરાની સંસદના સ્પીકરના સલાહકાર મેહદી મોહમ્મદીએ આ પગલાને નકારી કાઢતા કહ્યું કે હારનારો પક્ષ શરતો લાદી શકે નહીં. તેમણે વધુમાં ઉમેયુ હતું કે યુદ્ધવિરામ લંબાવવાના ટ્રમ્પના નિર્ણયનું ઈરાન માટે કોઈ મહત્વ નથી. તેમણે ઈરાનને યુનાઇટેડ સ્ટેટસ સામે લશ્કરી કાર્યવાહી શ કરવા પણ હાકલ કરી. તેમણે કહ્યું હતું કે, હારનારાઓ શરતો લાદી શકતા નથી. આ નિવેદન સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે ઈરાન આ સમગ્ર મામલામાં પીછેહઠ કરવાના મૂડમાં નથી. ટ્રમ્પે લખ્યું છે કે ઈરાની સરકાર અપેક્ષા મુજબ જ ગંભીર રીતે તૂટી ગઈ છે. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને વડા પ્રધાન શેહબાઝ શરીફની અપીલને ધ્યાનમાં રાખીને, અમે ઈરાન પર હત્પમલાઓને અસ્થાયી પે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જોકે, મેં મારા લશ્કરી કમાન્ડરોને સંપૂર્ણ બળથી ઘેરો જાળવી રાખવા અને યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા સૂચના પણ આપી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે યારે એપ્રિલ ૨૦૨૬ માં શ થયેલા યુએસ–ઈરાન સંઘર્ષ બાદ પાકિસ્તાન દ્રારા મધ્યસ્થી કરાયેલ બે અઠવાડિયાનો યુદ્ધવિરામ અમલમાં હતો. યુદ્ધવિરામ મંગળવાર અથવા બુધવારે સમા થવાનો હતો, પરંતુ ટ્રમ્પે તેને અનિશ્ચિત સમય માટે લંબાવી દીધો છે. યુનાઇટેડ સ્ટેટસે ઇરાની બંદરો પર નાકાબંધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News