ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર થયા પછી પણ શાબ્દિક તડાપીટ ઓછી નથી થઈ રહી. સ્વિટઝર્લેન્ડમાં કરાર પર હસ્તાક્ષર અંગે ૧૯મીએ યોજવામાં આવેલી બેઠક મુલતવી રહ્યા બાદ ટ્રમ્પએ ફરી ઈરાન પર નિશાન સાધ્યું હતું કે અમને આ સંધીની કોઈ ઉતાવળ ન હતી, ઈરાનને હતી. અમે ૬૦ દિવસ રાહ જોઈશું.હમણા તેમને એક પૈસો પણ નહીં મળે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ્રપણે કહ્યું કે યુદ્ધથી ઈરાન નબળું પડી ગયું છે. તેમની પાસે હવે કોઈ વાયુસેના, નૌકાદળ, વિમાન વિરોધી સાધનો, રડાર કે બીજું કઈં નથી. આ મુદ્દા પર અમેરિકન રાષ્ટ્ર્રપતિએ વિપક્ષી ડેમોક્રેટિક નેતાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેટલાક ડેમોક્રેટસ દાવો કરી રહ્યા છે કે ઈરાન ચાર મહિના પહેલા કરતા સારી સ્થિતિમાં છે, તેઓ મુર્ખ છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યેા હતો કે સંઘર્ષ પછી ઈરાને નહીં, અમેરિકાએ વાટાઘાટો શ કરી હતી.અમેરિકા કોઈ સોદા માટે ઉત્સુક નહોતું, પરંતુ ઈરાન વાતચીત ઇચ્છતું હતું.યુએસ રાષ્ટ્ર્રપતિએ દાવો કર્યેા હતો કે યુદ્ધને કારણે ઈરાનની લશ્કરી ક્ષમતાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, ટ્રમ્પે એક પોસ્ટમાં આ બધા દાવા કર્યા હતા, પરંતુ તેમણે કોઈ પુરાવા આપ્યા ન હતા. આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે યારે ટ્રમ્પ વહીવટીતત્રં પ્રતિબંધો અને રાજદ્રારી પગલાં દ્રારા તેહરાન પર દબાણ લાવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application